Surat : તોડબાજ કોન્સ્ટેબલે PI બનીને બુટલેગર પાસે કર્યો લાખોનો તોડ, કોન્સ્ટેબલ અને તેના બે મિત્રોની કરી ધરપકડ

સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્રાઇવરની નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે પીઆઈ બનીને બુટલેગરનો 1.92 લાખનો તોડ કર્યો હોવાનુ સામે આવ્યુ છે.

Surat : તોડબાજ કોન્સ્ટેબલે PI બનીને બુટલેગર પાસે કર્યો લાખોનો તોડ, કોન્સ્ટેબલ અને તેના બે મિત્રોની કરી ધરપકડ
Surat
| Edited By: | Updated on: Jul 27, 2023 | 1:38 PM

Surat : સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્રાઇવરની નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે પીઆઈ બનીને બુટલેગરનો 1.92 લાખનો તોડ કર્યો હોવાનુ સામે આવ્યુ છે. પોતાના ઘર ખર્ચ ચલાવવા માટે હોમ ડિલિવરી કરનાર યુવાનનું ક્રેટા કારમાં અપહરણ કરીને તેને માર મારીને તેની પાસેથી 1.92 લાખની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે તોડબાજ કોન્સ્ટેબલ અને તેના બે મિત્રોની  ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Surat : સુમુલ ડેરી મુંબઈ, ગોવા, કોલ્હાપુરમાં સ્થાપશે પ્લાન્ટ, દૂધ મંડળીઓ માટે કરી મોટી જાહેરાત, જુઓ Video

આ મામલે અજય ભૂપત સવાણીએ સુદામા ચોક, મોટા વરાછા, રિવેરા કાપોદ્રા મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.જેમાં તેમણે જણાવ્યું કે પોતે લાંબા સમયથી બેકાર છે. ઘરના ખર્ચા પુરા કરવા માટે તે દારુનો ધંધો કરતો હતો. તેથી દારૂની હોમ ડિલિવરી કરે છે.

કોન્સ્ટેબલે બુટલેગર પાસે 2 લાખની માગણી કરી

અજય સવાણી ગઇ તા. 23 ના રોજ દારૂ માટે તુલસી હોટલ, વરાછા ચોપાટી પાસે ડિલિવરી કરવા માટે ફોન આવ્યો હતો. તે સમયે તેણે દારૂની બોટલની ડિલિવરી કરી હતી. ત્યારબાદ તેના પર તા. 24 ના રોજ પર પણ દારૂની બોટલની ડિલિવરી માટે ફોન આવ્યો હતો.

તે સમયે તુલસી હોટલ પાસે અજાણ્યા ઇસમે આવીને તેની ક્રિટા ગાડીમાં બેસાડી દીધો હતો. આ કારમાં પોતે પોલીસવાળા છે તેમ જણાવ્યું હતું. આગળ જે સાહેબ બેઠા છે તે પીઆઇ સાહેબ છે. તેમ કહીને અજયને તેણે દારૂનો સ્ટોક ક્યાં મુકયો છે.

તેમ પુછીને તેને માર માર્યો હતો. ગભરાયેલા અજય સવાણીએ તેનું ઠેકાણુ બતાવી દીધુ હતુ. કેસ ના કરવા માટે કોન્સ્ટેબલે બુટલેગર પાસે 2 લાખની માગણી કરી હતી. આ દરમિયાન અજયે તેના મિત્રો અને પત્ની પાસે ફોન કરીને 1.92 લાખ જેટલી રકમ આ લોકોને આપી હતી.

ત્યારબાદ આ ઘટનાની જાણ કોઈને નહીં કરવા માટે ક્રેટા કારમાં બેસેલા 3 ઇસમોએ ચેતવણી આપી હતી. ગભરાયેલા અજયે આ સમગ્ર ઘટનાની જાણ કોઇને કરી ન હતી. બાદમાં તેણે તેના મિત્રોને જાણ કરતા આ મામલે તપાસ કરતા સ્થાનિક કોઇ પોલીસે આ રીતે કાર્યવાહી નહીં કરી હોવાનું બહાર આવતા તેણે કાપોદ્રા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરાવી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો