વરાછામાં કોલેજ સહિતની માંગણીઓ પુરી કરવા કોંગ્રેસ મેદાને, ધારાસભ્યોની ઓફિસ પર શંખનાદ સાથે લોલીપોપનું કરાશે વિતરણ

વિધાનસભા ચૂંટણી (Assembly Election) જેમ જેમ નજીક આવે છે તેમ તેમ અલગ અલગ મુદ્દાઓ લઈને વિવિધ પક્ષ(Party ) હવે એકબીજાને ઘેરવાનો પ્રયત્ન કરશે. જેમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા, કામરેજ સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

વરાછામાં કોલેજ સહિતની માંગણીઓ પુરી કરવા કોંગ્રેસ મેદાને, ધારાસભ્યોની ઓફિસ પર શંખનાદ સાથે લોલીપોપનું કરાશે વિતરણ
કોંગ્રેસ દ્વારા વિવિધ માંગણી સાથે કરાશે વિરોધ પ્રદર્શન
| Edited By: | Updated on: Apr 15, 2022 | 4:23 PM

 

 

 

વિધાનસભા ચુંટણીના પડઘમ સાથે જ શહેરમાં(Surat ) પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી કામરેજ (Kamrej ) વિધાનસભા બેઠક પર અલગ – અલગ માગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ(Congress ) સમિતિ દ્વારા આંદોલનનું રણશિંગુ ફુંકવામાં આવ્યું છે. આગામી 18મી તારીખથી એક મહિના સુધી જનજાગૃત્તિ કાર્યક્રમો થકી કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવશે. જેમાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ અને અસંખ્ય કબ્જા રસીદવાળી મિલ્કતોને કાયદેસર કરવાની સાથે માલિકી હક્ક આપવા સહિતની માંગણીઓ પુરી કરવાની માગ સાથે ધારાસભ્યોની ઓફિસો પર શંખનાદના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.

શહેરના કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં શહેર – જિલ્લા કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સરકારી કોલેજ, કબ્જા રસીદવાળી મિલ્કતો કાયદેસર કરવા અને રસ્તા પર બંધ પડેલ હાઈટેન્શન લાઈનો દુર કરીને રસ્તા ખુલ્લા કરવા સાથે ખાડીઓમાં ગંદકી દુર કરીને તેને પેક કરવા સંદર્ભે છાશવારે શાસકો સમક્ષ રજુઆત કરવામાં આવી રહી છે. જો કે, આ સંદર્ભે અત્યાર સુધી સરકાર અને શાસકો દ્વારા મગનું નામ મરી પાડવામાં ન આવતાં હવે શહેર – જિલ્લા કોંગ્રેસ દ્વારા આરપારની લડતના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

આજે એક કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, વરાછા સહિત કામરેજ વિધાનસભા બેઠક વિસ્તારની ચાર મહત્વપૂર્ણ માંગણીઓ પૂર્ણ કરવા માટે કોંગ્રેસ દ્વારા હવે એક મહિના સુધી આંદોલન શરૂ કરવામાં આવશે. જેમાં 18મી તારીખથી 24મી તારીખ સુધી દરેક ધારાસભ્યોની ઓફિસ પર શંખનાદ સાથે લોલિપોપનું વિતરણ કરવામાં આવશે.

આ સિવાય 25મી એપ્રિલથી સામાજી અને રાજકીય આગેવાનો સાથે ઓટલા બેઠક, ખાટલા બેઠક અને ગ્રુપ મીટિંગો કરીને લોકોને આંદોલનમાં મહત્તમ સંખ્યામાં જોડાવવા માટે પણ અપીલ કરવામાં આવશે. આ સિવાય વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની આગેવાની સોસાયટીના પ્રમુખો, સામાજીક આગેવાનો અને વિદ્યાર્થી સાથે મુખ્યમંત્રીને પણ રૂબરૂમાં રજુઆત કરવામાં આવશે.

આમ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ અલગ અલગ મુદ્દાઓ લઈને વિવિધ પક્ષ હવે એકબીજાને ઘેરવાનો પ્રયત્ન કરશે. જેમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા, કામરેજ સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

Surat : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી,પાંચમા માળેથી પટકાયેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી દીધા

Surat : ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ ફરી ચૌટાપુલ સહિત ત્રણ શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણી કરાશે, વિક્રેતાઓની નિરસતા