Rahul gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બદનક્ષીના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપશે

|

Jun 24, 2021 | 10:25 AM

Rahul gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં અદાલત સમક્ષ હાજર થશે. સુરતના ભાજપના ધારાસભ્ય (MLA) પૂર્ણેશ મોદીએ, રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસમાં રાહુલ કોર્ટ સમક્ષ હાજર રહેશે.

Rahul gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતમની અદાલત સમક્ષ  હાજર થશે.  ગુજરાત ભાજપના ધારાસભ્ય (MLA) પૂર્ણેશ મોદીએ,  ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણ અંગે, રાહુલ સામે  માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજરી આપશે. રાહુલ ગાંધી (Rahul gandhi)એ  ચૂંટણી  સમયે, બધા મોદી ચોર હોવાનુ નિવેદન કર્યુ હતું. આ અંગે ધારાસભ્ય (MLA) પૂર્ણેશ મોદીએ તેમજ ઘાંચી સમાજ દ્વારા, કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની ઉપસ્થિતિ સમયે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે રહેશે.

 

પૂર્ણેશ મોદીએ એપ્રિલ 2019માં રાહુલ ગાંધી (Rahul gandhi) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.  સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્યએ તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે, બધા ચોરોના નામ પાછળ મોદી કેમ લાગે છે.

2019માં ચૂંટણી રેલીમાં વિવાદિત નિવેદન આપ્યાનો આરોપ

આપને જણાવી દઈએ કે, કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ની એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી (Rahul gandhi)એ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી આ બધાના નામ પાછળ મોદી લાગેલું છે. બધા ચોરોના નામમાં મોદી કેમ લગાવવામાં આવે છે. જ્યારે રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા. આ પહેલા ઓક્ટોમ્બર 2019માં રાહુલ ગાંધી અદાલતમાં હાજર રહ્યા હતા અને તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી ગુરુવારના રોજ તેમના વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના કેસને લઈ કોર્ટમાં હાજર રહેશે.અમિત ચાવડા, ભરતસિંહ સોંલકી સહિતના નેતા એરપોર્ટ પહોચ્યાં છે.

Next Video