Surat : તબીબોની હડતાળને લઇને સીએમ રૂપાણીની પ્રતિક્રિયા, કહ્યું તેમની માંગ યોગ્ય નથી

|

Aug 06, 2021 | 4:55 PM

ડોકટરોની હડતાળને લઇને સીએમ રૂપાણીએ સુરતમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું જે તબીબોએ તેમના બોન્ડનો અમલ કરવો જ જોઇએ. તેમજ તબીબોની માંગણી યોગ્ય નથી.

ગુજરાત(Gujarat)માં સતત ત્રણ દિવસથી ચાલી રહેલી ડોકટરોની હડતાળને લઇને સીએમ રૂપાણી(CM Rupani) એ સુરતમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું જે તબીબોએ તેમના બોન્ડનો અમલ કરવો જ જોઇએ. તેમજ તબીબોની માંગણી યોગ્ય નથી. તેમણે કહ્યું કે બોન્ડનો જે ઇશ્યૂ છે તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કર્યું છે કે હાલ કોરોનાના કોઇ કેસ નથી એવી કોઇ પણ પરિસ્થિતિ નથી તેથી તેમણે બોન્ડની શરતોનો અમલ કરવો જોઈએ હાલ તેમની માંગણી યોગ્ય નથી .

સતત ત્રીજા દિવસે પણ તેમની હડતાળ યથાવત્ જ છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હડતાળ પર ઉતરેલા તમામ રેસીડેન્ટ ડોક્ટર્સની કોલેજના ડીનને પત્ર લખવામાં આવ્યો છે અને આદેશ આપવામાં આવ્યો છે કે ડોકટરોની હડતાળના દિવસોને શૈક્ષણિક દિવસોમાં ગણવામાં ન આવે. એટલે કે એ દિવસોનું સ્ટાઈપેન્ડ આ ડોકટરોને નહીં મળે. આરોગ્ય વિભાગે બીજા લેટરમાં કહ્યું છે કે જિલ્લાના CHC–PHCમાંથી મેડીકલ ઓફિસરોને હોસ્પિટલ મોકલવામાં આવે જેથી દર્દીઓને મુશ્કેલી ન પડે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Published On - 4:54 pm, Fri, 6 August 21

Next Video