Surat: હજીરામાં CISF જવાનની પત્ની સાથે કંપનીના સ્વીપરે દુષ્કર્મ આચર્યુ, મહીલાને ધમકીઓ આપી માર માર્યો

|

Jun 10, 2023 | 3:08 PM

Surat: સુરતના હજીરા વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય કૃત કંપનીના CISF જવાનની પત્નિ સાથે સ્વીપરે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરયાદ વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી યુવકે ધમકીઓ આપી હતી.

Surat: હજીરામાં CISF જવાનની પત્ની સાથે કંપનીના સ્વીપરે દુષ્કર્મ આચર્યુ, મહીલાને ધમકીઓ આપી માર માર્યો
CISF ની પત્ની પર દુષ્કર્મ આચર્યુ

Follow us on

સુરતના હજીરા વિસ્તારની એક રાષ્ટ્રીયકૃત કંપનીમાં ફરજ બજાવતા CISF ના કોન્સ્ટેબલની પત્ની પર દુષ્કર્મ આચર્યાનુ સામે આવ્યુ છે. સુરતના વેસુ પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ યુવકે પરિણીતા પર બળાત્કાર આચર્યા બાદ તેના બે સંતાન અને પતિને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી યુવક કોન્સ્ટેબલના પાડોશમાં જ રહેતો હતો અને તેનો પરિવાર ઘરે નહીં હોવાને લઈ તેને જમવાનુ પોતાના ઘરે રાખ્યુ હતુ. પોલીસે આરોપી યુવકને ઝડપીને જેલના હવાલે કર્યો છે.

વેસુ પોલીસે આરોપી સ્વીપર સામે દુષ્કર્મ આચર્યાનો અને બાદમાં માર મારી ધમકીઓ આપ્યા હોવાની ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે. આરોપી યુવક ઘરે એકલો હોવાને લઈ જમવા માટે કોન્સ્ટેબલના ઘરે જતો હતો. જ્યાં તેણે તેની પત્નિ પર નજર ખરાબ કરી હતી અને તેની પર એકલતાનો લાભ ઉઠાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

પહેલા પતિ પ્રત્યે શંકા ઉભી કરી

CISF માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનની પત્ની તથા બે સંતાન સાથે વેસુ વિસ્તારમાં રહે છે. બે મહિના અગાઉ CISF માં સ્વીપર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર વેદ પ્રકાશ (ઉંમર વર્ષ 32) મૂળ રહે બબેદ, પાણીપત હરિયાણાનો પણ હજીરાની રાષ્ટ્રીયકૃત કંપનીમાં નોકરી માટે પોસ્ટિંગ થતા આવ્યો હતો. જ્યાં તે વેસુ વિસ્તારમાં પિડીતાના ઘરની પડોશમાં રહેવા આવ્યો હતો. આરોપી સુનિલનો પરિવાર વતનમાં હોવાથી કોન્સ્ટેબલના ઘરે જમતો હતો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

દરમિયાનમાં સુનિલે કોન્સ્ટેબલના પત્નીને ઉશ્કેરતા કહ્યું કે, તારો પતિ સવારે મોર્નિંગ વોકમાં જાય ત્યારે મહિલા અને અન્ય યુવતીઓને જુએ છે. કોઈક સાથે તેને પ્રેમ સંબંધ પણ છે. જે અંતર્ગત 24 મેના રોજ CISF નો કોન્સ્ટેબલ જ્યારે સવા પાંચ વાગ્યે ફરજ પર જવા નીકળ્યો હતો. જેની દશ-પંદરેક મિનિટ પછી સુનિલ અચાનક પિડીતાના ઘરમાં ઘૂસી ગયો હતો. નિંદ્રાધિન બે સંતાનની સુતા હોવા દરમિયાન પિડીતા સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપીએ ધમકીઓ આપી માર માર્યો

ડરી ગયેલી કોન્સ્ટેબલની પત્નીએ મો સીવી લીધું હતું. જોકે ગત રાતે કોન્સ્ટેબલ નાઈટ શિફ્ટમાં ગયો હતો. તેની પત્ની તથા બે સંતાન અને નણંદ સાથે સુતી હતી. ત્યારે સુનિલ અચાનક સવારે પાંચેક વાગ્યાના અરસા દરમિયાન ઘરમાં ઘૂસી ગયો. જબરદસ્તી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. પરંતુ પિડીતાએ ઇન્કાર કરતા તેને મોઢા તથા કમરના ભાગે ઢીકા મૂકીનો માર મારી સુનિલ નાસી ગયો હતો. શિફ્ટમાંથી પતિ જ્યારે પરત આવ્યો, ત્યારે આરોપી સુનીલને કરતુત અંગે જાણ કરી હતી. સુનિલ પરિણીત છે અને તે પણ સંતાનનો પિતા છે.

 

આ પણ વાંચોઃ Shamlaji:શામળાજી ચેકપોસ્ટ નજીકથી 1 કરોડના કેમિકલની આડમાં લવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, 2 શખ્શોની ધરપકડ

સુરત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:06 pm, Sat, 10 June 23

Next Article