Breaking News: સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઇ તથા સંપત નહેરા ગેંગના 7 સાગરિતો ઝડપાયા

|

Feb 27, 2023 | 7:29 PM

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઇ તથા સંપત નહેરા ગેંગના 7 શખ્સને ઝડપી પાડ્યા છે. પીપલોદ, સારસ્વતનગરમાંથી શખ્સો ઝડપાયા છે. લોરેન્સ બિશ્નોઇ, સંપત નહેરા ગેંગના સભ્ય દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા ગુજરાત આવ્યા હતા.

Breaking News: સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લોરેન્સ બિશ્નોઇ તથા સંપત નહેરા ગેંગના 7 સાગરિતો ઝડપાયા

Follow us on

રાજસ્થાના ઝૂંઝનું જીલ્લામાં પીલાની અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે લોહીયાળ જંગ ખેલાતો રહે છે. દારૂ અને માદક પદાર્થોના ગોરખધંધામાં વર્ચસ્વ માટેની લડાઇ દરમિયાન પીલાની ગેંગ તરફથી ખતરો ઉભો થતાં બિશ્નોઇ ગેંગના 7 સાગરિતો સુરત આવી ગયા હતાં. શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતી આ ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

ક્રાઈમ બ્રાંચે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના 7 સાગરીતોની કરી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ઝૂંઝનું જીલ્લામાં સક્રિય એવી લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના કેટલાક સાગરિતો શહેરના પીપલોદ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળી હતી. ખાનગી રાહે તપાસ કરાતા સારસ્વત નગરમાં છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાની યુવકો રહેવા આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. અહીં દરોડા પાડવામાં આવતાં સાત શખ્સો ઝડપાયા હતાં. દેવેન્દ્રસિંહ મદનસિંહ શેખાવત, પ્રવીણસિંહ ભગવાનસિંહ રાઠોડ, કિશનસિંગ ઉર્ફે ક્રિશ્નાસિંહ શ્રવણસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ જીતસિંહ તવર, મોહિત મહેરચંદ યાદવ. અજયસિંહ રોહિતાસસિંહ ભાટી અને રાકેશ રમેશકુમાર સેન એમ સાત જણાને અટકાયતમાં લઇ પૂછપરછ કરવામાં આવી હતી.

પીલાની ગેંગ, રાજુ ઠેહડ ગેંગ સાથે અદાવતને પગલે બિશ્નોઈ ગેંગ સુરત આવી ગઈ

આ ટોળકીએ જણાવ્યું હતુ કે ઝૂંઝનું જીલ્લાના પીલાની શહેરમાં દારૂની દુકાનો માટે ટેન્ડર ભરવા અને પાસ કરાવવાની અદાવતમાં લોરેન્સ બિશ્નોઇ અને સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવત પર 14 જુલાઇ 2022ના રોજ ઘાતક હુમલો કરાયો હતો. આ ગેંગવોર બાદ બિશ્નોઇ નહેરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવતને એવો અણસાર આવી ગયો હતો કે પીલાની ગેંગ તેની પર ફરી હુમલાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત તેમને રાજુ ઠેહડ ગેંગ સાથે પણ દુશ્મનાવટ હોય અવાર નવાર હુમલાના બનાવો બનતાં હતાં. ડિસેમ્બર 2022માં રાજુ ઠેહડેનું રાજસ્થાનના સીકર જીલ્લામાં હરિયાણાની ગેંગએ મર્ડર કર્યું હતું. આ મેટરમાં પણ દેવેન્દ્રસિંહ તરફ શંકાની સોંય તકાઇ અને પોલીસની ભીંસ પણ વધી હતી.

ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List

બિશ્નોઈ ગેંગનો દેવેન્દ્રસિંહ શેખાવત સાગરિતો સાથે સુરત આવી ગયો

આ રીતે ચોમેરથી ભીંસમાં મૂકાયેલો દેવેન્દ્રસિંહ શેખાવત તેના સાગરિતો સાથે સુરત આવી ગયો હતો. તેણે અહીં તેના ઓળખીતા કિશનસિંગ રાઠોડનો સંપર્ક સાધી પીપલોદ જુના જકાતનાકા પાસે કેતન સ્ટોરની ગલીમાં સારસ્વત નગરમાં 60 નંબરનું મકાન ભાડે રાખી રહેવા માંડ્યા હતાં. જો કે આ અંગે બાતમી મળી જતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને અટકાયતમાં લીધા હતાં.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર લલીત વાગડિયાએ જણાવ્યું હતું કે આ ગેંગએ સુરતમાં કોઇ ગુનાઇત પ્રવૃતિ કરી નથી, તેઓ અહીં સલામતી માટે આવ્યા હતાં. જો કે રાજસ્થાન અને હરિયાણાની ગેંગ સાથે તેમને દુશ્મનાવટ હોવાથી તેઓ અહીં આવી હુમલો કરે એવી પુરી શક્યતાં હતી. સુરતમાં ગેંગવોરની ઘટના ઘટે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીર અસર પડે એમ હોવાની શક્યતાને પગલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 

ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી ટોળકી પૈકી પ્રવીણસિંહ ભગવાનસિંહ રાઠોડ પૂર્વ પોલીસકર્મી છે. તે 2001માં રાજસ્થાન પોલીસમાં ભરતી થયો હતો. 2014માં ચુરુ જીલ્લામાં તે ફરજ પર હતો. તે વખતે બિકાનેર જેલમાં બંધ ગેંગસ્ટર આનંદપાલસિંગ અને રાજુ ઢેહડ ગેંગ વચ્ચે વોર થઇ હતી. જેલમાં ગેંગવોરમાં ઇજા પામેલા આનંદપાલસિંહ તેમજ અન્ય કેદીઓને બિકાનેરથી જયપુરની હોસ્પિટલ લઇ જવાતા હતાં ત્યારે આ પોલીસકર્મી પ્રવીણસિંગ રાઠોડે પોલીસવાનનો પીછો કરી તેને ટક્કર મારી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગેંગસ્ટરને જાપ્તામાંથી ભગાવી જવાના પ્રયાસમાં પ્રવીણસિંગ પકડાઇ જતાં સસ્પેન્ડ કરી દેવાયો હતો. 2017માં તે ફરી ફરજ પર હાજર થયો હતો. ગંગાનગરમાં ગુઢલી ગેંગના જોર્ડનનું શેરવાલા ભાદુગેંગની સાગરિતોએ ખૂન કર્યું હતું. આ હત્યાકાંડના વોન્ટેડ આરોપીઓને પોલીસકર્મી પ્રવીણસિંગે નાણાંકીય મદદ સાથે રહેવાની સગવડ પણ કરી આપી હતી. આ પ્રકરણમાં પણ તેની ધરપકડ થઇ અને પોલીસ ખાતામાંથી ડિસમીસ કરી દેવાયો હતો. ત્યારબાદ તે દેવેન્દ્રસિંગ શેખાવતની ગેંગમાં જોડાઇ ગયો હતો.

Published On - 6:01 pm, Mon, 27 February 23

Next Article