Breaking News : સુરતના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર IT વિભાગના દરોડા, 100થી વધુ અધિકારી ઓપરેશનમાં જોડાયા

|

Sep 13, 2023 | 11:31 AM

સુરતમાં વધુ એક વખત આઈટી વિભાગ ત્રાટક્યું છે. સુરતમાં જવેલર્સને ત્યાં હાલ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારી ઓપરેશનમાં જોડાયા હોવાની માહિતી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

Breaking News : સુરતના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર IT વિભાગના દરોડા, 100થી વધુ અધિકારી ઓપરેશનમાં જોડાયા

Follow us on

Surat : સુરતમાં ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર IT વિભાગે દરોડા (IT Department raid) પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના સંદર્ભે રાજકોટમાં પણ બે સ્થળોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં લાગી આગ, ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુું અનુમાન

સુરતમાં વધુ એક વખત આઈટી વિભાગ ત્રાટક્યું છે. સુરતમાં જવેલર્સને ત્યાં હાલ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારી ઓપરેશનમાં જોડાયા હોવાની માહિતી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ ઉપર તવાઇ

સુરતમાં વધુ એક વખત ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે, ત્રણ ગ્રુપના 35 થી પણ વધુ સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હોવાની હાલ માહિતી સામે આવી છે, ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ ઉપર ઉતરેલી તવાઇથી ડાયમંડ નગરીમાં સન્નાટો જોવા મળ્યો છે. પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાની હાલ માહિતી સામે આવી છે. ઇન્કમટેક્સના 100 થી પણ વધુ અધિકારીઓ દરોડા ઓપરેશનમાં જોડાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે.

સુરતના પારલે પોઈન્ટ સ્થિત કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સને ત્યાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી આ કામગીરી વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતમાં આઈટીના દરોડાને પગલે ચકચાર મચી જવા પામી છે.

તપાસના અંતે બેનામી આવક બહાર આવી શકે

મહત્વનું છે કે આગામી સમયમાં દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે, તેવામાં આઈટી વિભાગે દરોડા પાડતા ચકચાર મચી જવા પામી છે, હાલ રહેણાંક અને કામકાજના સ્થળો સહિતની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે, વહેલી સવારથી આ કામગીરી વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. આર્થિક નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર તપાસ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે બેનામી આવક બહાર આવવા તેવી શકયતા સેવાઈ રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article