
સુરત જિલ્લા(District ) ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય મહોત્સવ ઉજવાયો હતો. જેમાં બારડોલી (Bardoli )ખાતેથી સુરત જિલ્લા પોલીસ દ્વારા BAPS હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા BAPS હાઈસ્કૂલ થી લઈને સ્વરાજ આશ્રમ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં કેબીનેટ કક્ષાના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સુરત રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન તેમજ સુરત જિલ્લા પોલીસ વડા સહિત સુરત જિલ્લાના તમામ પોલીસ મથકના પી.આઈ અને પી.એસ.આઈ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી હતી.
આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને ચાલુ વરસાદમાં રેલી યોજી હતી તો બીજી તરફ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ચાલુ વરસાદમાં સૌ કોઈએ દેશભક્તિના ગીતો સાથે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી તિરંગા યાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસ પહેલા જ રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત પોલીસ માટે ગ્રેડ પેને લઈને અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે સાથોસાથ ગુજરાત સરકાર દ્વારા વધારામાં આવેલા પોલીસ ગ્રેડ પે ને લઈને પણ પોલીસ જવાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. તો વધુમાં સુરત જિલ્લા રેન્જ આઈ.જી. રાજકુમાર પાંડિયન દ્વારા પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો બીજી તરફ વિધાર્થીઓ પણ હોંશે હોંશે અલગ અલગ વેશભૂષા ધારણ કરી ઉત્સાહ પૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને સુરત જિલ્લા પોલીસનો ઉત્સાહ વધાર્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે વરસાદને કારણે સ્વતંત્રતા દિવસની ઉજવણી પર અસર પડશે, પણ એવું થયું નહીં. વધુમાં લોકો વરસતા ભારે વરસાદમાં પણ રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં આ રાષ્ટ્રપર્વની ઉજવણી માં જોડાયા હતા.
Input Credit Jignesh Mehta (Bardoli )
Published On - 2:33 pm, Mon, 15 August 22