વિઘ્ન હર્તા ભગવાન ગણેશજી (Ganesh Chaturthi )નો ઉત્સવ હાલ ચાલી રહ્યો છે . ત્યારે બારડોલી નગર માં એક ગણેશ મંડળ માં ઉત્સવ સાથે ભક્તિ નો રંગ જોવા મળ્યો હતો . વિઘ્ન હર્તા ભગવાન ગણેશજી નો ઉત્સવ આવે એટલે હર્ષોલ્લાસ સાથે 10 દિવસ સુધી ઉજવણી કરાય છે . અને ગણેશ મંડળો માં વિવિધ પ્રકાર ના સુશોભન પણ કરાય છે . ત્યારે સુરત જિલ્લા ના બારડોલીમાં એક એવું આયોજન જેમાં અનોખી ભક્તિ નો માહોલ જોવા મળ્યો છે. બારડોલીના ગોપાલ નગર માં ગણેશ મંડળ દ્વારા અયોધ્યા રામ મંદિર ની પ્રતિકૃતિ બનાવવા માં આવી છે. અને દેશભક્તિ નો માહોલ ઉભો કરાયો છે. દર વર્ષે લોકો માં ઉત્સવ સાથે જાગૃતિ આવે તે માટે મંડળ દ્વારા જાગૃતિ રૂપ આયોજન કરાય છે .
ગણેશ ઉત્સવ માં ગોપાલ નગર ગણેશ મંડળ દ્વારા આયોજન માં નજીવા દરે ટીકીટ રાખવામાં આવે છે. અને રામમંદિર નિહાળવા આવતા લોકોના ટીકીટના જે પૈસા ભેગા થાય તે મંડળ દ્વારા રામ મંદિરના નિર્માણ કાર્યમાં આપી દેવાનું નક્કી કર્યું છે. જેનાથી બારડોલી પંથકમાં સરાહના પણ થઈ રહી છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગ્રામ્ય વિસ્તારો માં વિવિધ ગણેશ પંડાલોમાં મોંઘાદાટ ખર્ચાઓ કરી વિવિધ સજાવટ કરાય છે. ત્યારે આ વર્ષે રામ મંદિરને કેન્દ્રમાં રાખીને ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
આયોજકોનું કહેવું હતું કે અમે દર વર્ષે અલગ અલગ થીમ રાખીએ છીએ. કોરોનાના બે વર્ષમાં સાદાઈથી ગણેશ ઉત્સવ ઉજવાયો હતો. પણ આ વર્ષે જયારે તહેવારોમાં છૂટછાટ મળી છે, અને સૌથી મહત્વની વાત એ છે કે આવનારા દિવસોમાં હિંદુઓ માટે આસ્થા સમાન રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે અમે પણ તેમાં અમારો સહયોગ આપી શકીએ તે માટે અમે આ પ્રયાસ કર્યો છે. અમારા ગણેશ મંડળની મુલાકાતે આવનાર લોકો ટિકિટના ભાગરૂપે જેટલા પણ રૂપિયા ભેગા થશે, તેને અમે રામ મંદિર ટ્રસ્ટને આપીશું અને રામ મંદિર નિર્માણમાં મદદરૂપ થઈશું.