
લાજપોર જેલને લઈ હવે સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી છે. ખાસ કરીને ટેકનોલોજીને લઈ સુરક્ષા વ્યવસ્થાને વધારે ચુસ્ત બનાવાઈ છે. સુરત (Surat) પોલીસ કમિશ્નરે આ અંગે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે અને જેલ વિસ્તારમાં મોબાઈલ, ટેબલેટ કે સીમકાર્ડ આધારીત ગેઝેટના ઉપયોગને લઈ આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ કોઈ જાહેરનામો ભંગ કરતા ધ્યાને આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની હાઈટેક ગણાતી લાજપોર જેલમાંથી ભૂતકાળમાં મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. આ ઉપરાંત તાજેતરમાં જ સુરત સહીત રાજ્યની જેલોમાં દરોડા પાડી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે લાજપોર જેલને લઈને સુરત પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ લાજપોર મધ્યસ્થ જેલ પ્રીમાઈસીસમાં સલામતી અને સુરક્ષાના કારણોને ધ્યાને લઈને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન, આઈપેડ કે દુર સંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સનો ઉપયોગ કરી શકશે નહી.
સુરતની લાજપોર જેલ અત્યાધુનિક જેલ ગણાય છે. પરંતુ ભૂતકાળમાં આ લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. તેમજ તાજેતરમાં સુરત સહીત રાજ્યની જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જેલ કસ્ટડીમાં રહેલા આરોપીઓ જાપ્તામાંથી ભાગી જવાના બનાવોની તપાસ દરમ્યાન પણ જે હક્કિત બહાર આવી છે. તે મુજબ આ કેદીઓ તેઓની જેલ કસ્ટડી દરમ્યાન પોતાની પાસેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સુરત પોલીસ કમિશનરે લાજપોર જેલને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં મુજબ લાજપોર મધ્યસ્થ જેલ પ્રીમાઈસીસમાં સલામતી અને સુરક્ષાના કારણોને ધ્યાને લઈને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન, આઈપેડ કે દુર સંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સનો ઉપયોગ કરી શકશે નહી. અને મોબાઈલ ફોન કે સીમકાર્ડ દુર સંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સ સાથે રાખી શકશે નહી. તેમજ આવા કોઈ સાધનો/ગેઝેટ્સ સાથે જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહી. આ જાહેરનામું 4 જુલાઈ 2023 સુધી અમલમાં રહેશે તેમજ જાહેરનામાંના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:37 pm, Fri, 5 May 23