Surat: એક બકરો 11 લાખમાં વેચાયો! ઈદને લઈ બિલ્ડરે 192 કિલોનો ખાસ બકરો ખરીદ્યો

|

Jul 17, 2021 | 9:53 PM

સુરતના જાણીતા બિલ્ડર દ્વારા ઇતિહાસમાં પહેલીવાર તૈમુર નામનો એક ખાસ બકરો 11 લાખમાં ખરીદવામાં આવ્યો છે. જેનું વજન 192 કિલો છે.

સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સિરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમુર નામનો એક બકરો 11 લાખમાં જાણીતા બિલ્ડર ઝબલ સુરતીએ ખરીદતાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઝબલ સુરતીએ જણાવ્યું હતું કે બકરો 192 કિલોનો છે અને 46 ઇંચની ઊંચાઈ ધરાવે છે. ઇદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરાશે.

 

આ પણ વાંચો: ભારતીય નૌસેનામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટરનો ઉમેરો

 

આ પણ વાંચો: Navsari : શહેરમાં 500થી વધુ ઇમારતો જોખમી, પાલિકા દ્વારા 400 ઇમારતોને હટાવવા નોટિસ અપાઇ

 

Next Video