ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાના વસૂલાત માટે કંપનીની સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા સુરતમાં જીયા ઇકો પ્રોડક્ટના નામે, પાલનપોર ગામ, અડાજણ સુરતમાં દુકાન ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત 32,00,000 અને અર્નેસ્ટ મની ડિપોઝીટ : 3,20,000 રાખવામાં આવી છે. તેમજ બીડ વૃદ્ધિ રકમ 50,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ : 04 .03.2023 સવારે 01.00 થી 2 વાગ્યે સુધી અને ઇ- હરાજી તારીખ : 15.03.2023 સવારે 11.00 થી 4. 00 વાગ્યે સુધી છે.
કરભારણ : અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી મુજબ મિલકત પર કોઇ બોજો નથી. ઇચ્છુક બિલ્ડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતાં દાવાઓ/ અધિકારો /લેણાં અંગે પૂછપરછ કરાવી શકે છે. ઇ હરાજી બેંક જાહેર ખબર બેંકની કોઇ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કરશે નહિ. મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી/સિકયોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ/ લેણાં અંગે કોઇ જવાબદાર ગણાશે નહિ.
વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિકયોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in , https//www.mstcecommerce.com/auctionhome/ibapi.in પર આપેલી લિન્ક જુઓ અથવા સંપર્ક કરો.
આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે.