સુરત (Surat) ચાર વર્ષની માસૂમ બાળાને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે (Court) આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ (prison) ની સજાનો હુકમ કર્યો છે. બાળકી (child ) ના પિતાના ઓળખીતા યુવકે જ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને કોર્ટે પણ ગંભીરતાથી લીધી હતી. આ કેસ કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ કહ્યું હતું. બાળાની સાથે થયેલા દુષ્કર્મમાં ડીએનએ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, આ જેમાં આરોપી ગોપાલે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને સમર્થન મળ્યું હતું.
આ કેસની વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના ખટોરા ગામના વતની અને સુરતમાં સચીન જીઆઇડીસીમાં શિવશક્તિ નગરમાં હેતા ગોપાલ ઉર્ફે કુબેર ઓમપ્રકાશ મોર્યસચીન જીઆઇડીસી વિસ્તારમાં પોતાના મિત્રના ઘરે આવ્યો હતો. અહીં ચાર વર્ષની બાળકી શૌચક્રિયા કરવા માટે ગઇ હતી અને તે પરત આવી ન હતી. થોડા સમય બાદ બાળા ઘરે આવી ત્યારે તે રડતી હતી, તેના ઘૂંટણ સુધી લોહી નીકળતું હતું.
બાળકીની માતાએ તેણીને પુછ્યું ત્યારે કહ્યું કે, પપ્પા સાથે આવેલા અંકલ મને તેની રૂમમાં બિસ્કીટ, ચોકલેટ અને નમકીન આપવાની લાલચ આપી લઇ ગયા હતા અને મારી સાથે બદકામ કર્યું. આ બાબતે બાળકીના પિતાને વાત કરતા તેઓએ ગોપાલને બોલાવ્યો હતો. ગોપાલે ભુલ થઇ ગઇ હોવાનું કહ્યું હતું, પરંતુ ત્યાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને તેઓએ ગોપાલને માર મારીને પોલીસને સોંપી દીધો હતો. સચીન જીઆઇડીસી પોલીસે ગોપાલની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યો હતો.
આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ કહ્યું હતું. બાળાની સાથે થયેલા દુષ્કર્મમાં ડીએનએ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, આ જેમાં આરોપી ગોપાલે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત બાળકીના મોટાભાઇની જુબાની તેમજ બાળાની પોતાની જુબાની પણ મહત્ત્વની સાબિત થઇ હતી.
કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચૂકાદો આપતા કહ્યું હતું કે, બાળાના પિતાના ઓળખીતાએ જ બાળકી સાથે બદકામ કર્યું છે, અને તેની અસર બાળકીના માનસ ઉપર આજીવન રહેશે. કોર્ટે આરોપી ગોપાલને તકસીરવાર ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો હતો. દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું ગુપ્તાંગના ભાગે સર્જરી પણ કરવામાં આવી હતી. આ સાથે જ બાળકીને રૂ. 7 લાખનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તામંડળને પણ આદેશ કરાયો હતો.
આ પણ વાંચોઃ સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે, અઠવા વિસ્તારની એક શાળા હર્ષ સંઘવીને દત્તક અપાઈ
આ પણ વાંચોઃ હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 10:12 am, Wed, 13 April 22