સુરતમાં હવે પોલીસ સ્ટેશનમાં અરજી નિકાલ ઝડપી થશે, તમામ પોલીસ સ્ટેશનોમાં કેમ્પ યોજાશે

|

Feb 12, 2022 | 3:13 PM

શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આજથી તાબડતોડ અરજી નિકાલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ડીંડોલી પોલીસ સ્ટેશનમાં કેમ્પ યોજવામાં આવ્યો છે, આ જ રીતે સલાબતપુરા, ઉમરા, અઠવા સહિતના તમામ પોલીસ સ્ટેશનમાં કેમ્પ યોજાશે

સુરતમાં હવે પોલીસ સ્ટેશનમાં અરજી નિકાલ ઝડપી થશે, તમામ પોલીસ સ્ટેશનોમાં કેમ્પ યોજાશે
સુરતમાં અરજીઓના નિકાલ માટે પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે

Follow us on

ગુજરાતમાં પોલીસ પર હાલમાં જે માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે સુરત (Surat) પોલીસ કમિશનર અજય તોમર દ્વારા અરજી નિકાલ માટે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનો (police stations) માં અલગ અલગ વારે સમયે અલગ માણસો દ્વારા માત્ર એક દિવસ માટે અરજીઓના નિકાલ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

અગાઉ 28 મી જાન્યુઆરી ના રોજ સુરત પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને 30 મી જાન્યુઆરી સુધીમાં સુરત પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી 745 અરજીનો એક જ દિવસમાં નિકાલ કર્યો હતો જેથી સુરત શહેરમાં આટલી અરજીઓનું ભારણ ઓછું થયું છે.

ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઇ એમ એલ શાલૂકે દ્વારા એકી સાથે પોલીસ સ્ટેશનની નીચે ચાર ટેબલો અને ખુરશીઓ ગોઠવી પેન્ડિંગ અરજીઓ અને રુટિન અરજી (Application) ઓના નિકાલ કરવા માટે પોલીસના માણસો કામે લાગી ગયા છે. સાથે પીએસઆઇ અને એસઆઈ કક્ષાના અધિકારીઓ કામ કરી રહ્યા છે. આવી જ રીતે સલાબતપુરા, ઉમરા, અઠવા સહિતના તમામ પોલીસ સ્ટેશનમાં કેમ્પ (camp) યોજાશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

નાની મોટી અરજી જેવી કે મારામારી, ઘરના ઝઘડાઓ જે તાત્કાલિક નિકાલ થઈ શકે તો તેમના અરજદારોને નિવેદનો લઈને અરજી કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. મહત્વની વાત એ છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ વિઝીટ પણ કરવામાં આવશે જેથી કોઈ અરજદારોને કોઈ અરજી બાબતે કે પછી કોઈ ફરિયાદ બાબતે સમસ્યા હશે તો તેમની પણ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવશે.

રાજકોટ પોલીસ સામે આક્ષેપો બાદ સુરત પોલીસ એક્શનમાં આવી

રાજ્યમાં એક બાજુ રાજકોટના પોલીસ સામે જે સવાલો ઉભા થઇ રહ્યા છે અને તપાસ એડીશનલ ડીજીને સોંપવામાં આવી છે. ત્યારે સુરત શહેર પોલીસને પણ રાજકોટ તોડ મામલે શીખ મળી હોય તેમ સુરત પોલીસ પણ હાલ એકશન મોડમાં આવી ગઈ છે. શહેરના પોલીસ સ્ટેશનનોમાં ભોગ બનનાર ફરીયાદીઓ દ્વારા જે અરજી કરવામાં આવી હોય તેનો નિકાલ કરવા માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પોલીસ સ્ટેશનમાં અરજદારો અને સામે પક્ષના બંને વ્યક્તિઓને એકસાથે બોલાવવામાં આવશે અને સમજાવટ પુર્વક તેઓની જે કેઈ સમસ્યા હશે તનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે.

અરજીઓનો અભ્યાસ કરીને તેનો નિકાલ કરાશે

શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આજથી તાબડતોડ અરજી નિકાલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 4 અલગથી ટેબલ મુકીને અરજદારોની અરજીઓનો પુરેપુરો અભ્યાસ કર્યા બાદ તેઓની અરજીનો નિકાલ કરવામાં આવશે. જયારે સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં અત્યારસુધી અરજદારો જે અરજી કરવા આવતા હતા તેનો નિકાલ વર્ષો સુધી આવતો ન હતો. છેવટે અરજદારો પોતાના ચપ્પલ પોલીસ સ્ટેશનમાં ઘસીને ઘસીને કંટાળી જઈ આખરે હાર માનીને બેસી જતાં હતા. પરંતુ હવે રાજકોટ તોડ મામલા બાદ સુરત શહેર પોલીસ સતર્ક બની ગઈ છે.અને સ્પેશ્યલ અરજદારોના નિકાલ માટે કેમ્પ શરૂ કરવામાં આવી આવી રહ્યા છે.

તમામ પોલીસ સ્ટેશનોમાં કેમ્પ યોજાશે

શહેરના માત્ર ડિંડોલી પોલીસ સ્ટેશન જ નહી પરંતુ સલાબતપુરા, ઉમરા, અઠવા સહિતના તમામ પોલીસ સ્ટેશનમાં અરજદારો માટે અલગથી ટેબલો મુકવામાં આવશે અને અરજદારોની અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરીને અરજદારોને ન્યાય અપાવશે. ત્યારે હવે જોવું રહ્યું શામ કા ભુલા સુબહ વાપસ આયા હે આ યુકત કેટલા સમય સુધી સાર્થક રહેશે તે હવે જોવું રહ્યું

આ પણ વાંચોઃ વલસાડ: ઉમરગામ મહેસૂલી મેળાનો વીડિયો વાયરલ, ફણસા ખાતે આવેલી જમીન વિવાદ ન ઉકેલાતા વૃદ્ધ અકળાયા

આ પણ વાંચોઃ Ahmedabad: બોપલ અને ઘુમાના લોકોને હવે પીવાના પાણીની સમસ્યા નહીં રહે, ઘરે બેઠા આ રીતે મળશે પીવાનું પાણી

Published On - 2:18 pm, Sat, 12 February 22

Next Article