Suratના સરથાણામાં સામુહિક આત્મહત્યાના પ્રયાસ ની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ ઝેરી દવા ગટગટાવી

|

Jun 10, 2023 | 8:34 PM

સુરત(Surat)ના સરથાણા વિસ્તારમાં મોરડીયા પરિવારના ચાર સભ્યોએ બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. અગાઉની ઘટનામાં ઝેરી દવા ગટગટાવનાર 4 સભ્યો પૈકી આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયા હતા.

Suratના સરથાણામાં સામુહિક આત્મહત્યાના પ્રયાસ ની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ ઝેરી દવા ગટગટાવી

Follow us on

સુરત(Surat)ના સરથાણા વિસ્તારમાં મોરડીયા પરિવારના ચાર સભ્યોએ બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની ઘટના બાદ પરિવારના વધુ એક સભ્યએ જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. અગાઉની ઘટનામાં ઝેરી દવા ગટગટાવનાર 4 સભ્યો પૈકી આ પરિવારમાંથી એક દીકરો અને મોટી દીકરી બચી ગયા હતા. હવે પરિવારની મોટી દીકરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવતીનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરડિયા પરિવારની મોટી દીકરી રૂચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું.

સામુહિક આપઘાતની ઘટના

સરથાણાના યોગીચોક પાસે વિજયનગરમાં રહેતા વિનુભાઇ તેમની પત્ની શારદાબેન,પુત્ર ક્રિશ અને પુત્રી ટીનાએ એક સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતક વિનુભાઇએ આત્મહત્યા કરતા પહેલા પોતાના મોટાભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રૂચિતાનું ધ્યાન રાખવા વિનંતી કરી હતો.  પોલીસે આ કેસમાં સ્થાનિકો તેમજ તેના વિનુભાઇના મોટાભાઇ સહિત પરિવારના અન્ય સભ્યોના નિવેદનો લઈ આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

પરિવારના વધુ એક સભ્યએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો

ઘટનાની તપાસ હાથ ધરનાર પોલીસ નિવેદનો નોંધી રહી છે દરમિયાન જ મોરડિયા પરિવારના વધુ એક સભ્ય એવી મોટી દીકરી રૂચિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તો રૂચિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારના વધુ એક સભ્યએ પણ આપઘાતનો પ્રયાસ કરતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.

કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?

આઘાતમાં સારી પડેલી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરડિયા પરિવારની મોટી દીકરી રૂચિતાએ આજે બાથરૂમમાં ફિનાઇલ ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક રૂચિતાને ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. હાલ તો ડિપ્રેશનમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

ઘરકંકાસ અને આર્થિક ભીંસમાં પગલું ભર્યાનું અનુમાન

સૂત્રો અનુસાર સરથાણામાં મોરડીયા પરિવારે કરેલી સામૂહિક આત્મહત્યા કેસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. વિનુભાઇનો મોટો પુત્ર પાર્થ 21 વર્ષની ઉંમરનો છે. ઘરનો મોટો પુત્ર કમાણી લાવતો ન હોવા સાથે આર્થિક ભીંસ હોવાથી ઘરમાં કંકાસ અને ઝઘડાઓ થતા હતા.

 

Published On - 8:33 pm, Sat, 10 June 23

Next Article