સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના, પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા વ્યક્તિને ટ્રકે લીધો અડફેટે

|

Jun 20, 2023 | 3:02 PM

સુરતમાં પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતા લુમ્સના કારીગરને ટ્રકે અડફેટે લીધો હતો. નાઇટ ડ્યુટી કરી સવારે ઘરે પરત ફરી રહેલા સંતોષ નામના વ્યક્તિને કાળ ભરખી ગયો હતો.

સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના, પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા વ્યક્તિને ટ્રકે લીધો અડફેટે
Surat Accident

Follow us on

Surat : સુરતમાં (Surat)રોજબરોજ અકસ્માતની (Accident) ઘટનાઓ વધતી જાય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે. આજે પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતા લુમ્સના કારીગરને ટ્રકે અડફેટે લીધો હતો. નાઇટ ડ્યુટી કરી સવારે ઘરે પરત ફરી રહેલા સંતોષ નામના વ્યક્તિને કાળ ભરખી ગયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો.

ઓડિશાના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય સંતોષ રાઉત લુમ્સના ખાતામાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. લુમ્સના ખાતામાં નાઇટ ડ્યુટીમાં કામ કરતા હતા. પરિવારમાં એક પુત્ર, એક પુત્રી અને પત્ની છે. તેમનો પરિવાર વતનમાં રહે છે, જ્યારે તેઓ અહીં એકલા રહેતા હતા. આજે સવારે સંતોષ રાઉત નાઇટ ડ્યુટી કરી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાંડેસરા દક્ષેશ્વર ચોકડી ખાતે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરપાટ આવી રહેલ આઇશર ટ્રેક અડફેટે લીધા હતા. ટ્રકનું ટાયર પેટ પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

આ પણ વાંચો સુરતના સચિન વિસ્તારમાં ડમ્પરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું, પતિની સામે જ પત્નીનું કમકમાટીભર્યું મોત

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

અકસ્માત બાદ આઇશર ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંતોષના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે ટ્રક કબ્જે લઈ ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ સંતોષના પરિવારને જાણ કરાતા તેઓ ઓડિશાથી સુરત આવવા રવાના થઈ ગયા છે.

સુરતમાં ગઈકાલે પણ એક ડમ્પરે એક મહિલાનો જીવ લીધો હતો

સુરતના સચિન વિસ્તારમાં પૂરપાટ દોડતા ડમ્પરે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્ની પર ડમ્પર ફળી વળતાં મોત થયું હતું. જ્યારે પતિને ઇજા પહોંચી હતી. પતિની નજર સામે જ પત્નીનું મોત થતાં પતિ આઘાતમાં સરી પડ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા જવા નીકળ્યા હતા. દરમિયાન સચિન ખાતે આવેલ એપ્રલ પાર્ક રોડ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રાકેશભાઈની પત્ની માધુરી મિશ્રાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article