Surat: રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ, ભાઈએ કિડની ડોનેટ કરી બહેનને નવા જીવનની ભેટ આપી

|

Aug 04, 2021 | 5:42 PM

સુરતમાં રહેતા 42 વર્ષીય લતાબેનની કિડની(kidney) છેલ્લા 4 વર્ષથી ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા હતા.

Surat: રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ, ભાઈએ કિડની ડોનેટ કરી બહેનને નવા જીવનની ભેટ આપી
ભાઈએ કિડની ડોનેટ કરી બહેનને નવા જીવનની ભેટ આપી

Follow us on

રક્ષાબંધનનો(Rakshabandhan) પર્વ ભાઈ-બહેનના પ્રેમની ઉજવણીનો તહેવાર છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજવવાનો દિવસ એટલે કે રક્ષાબંધન. આ દિવસે બહેન(Sister) ભાઈના (brother) હાથ પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે. જ્યારે ભાઈ પણ આજીવન બહેનની રક્ષા કરશે તેવું વચન આપે છે. સુરતમાં રક્ષાબંધન પૂર્વે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને ભાઈ બહેનના આ સંબંધને વધુ મહેકાવ્યો છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સુરતમાં રહેતા 42 વર્ષીય લતાબેનની કિડની(kidney) છેલ્લા 4 વર્ષથી ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા હતા. અઠવાડિયામાં દર ત્રણ દિવસે તેમને ડાયાલીસીસની સારવાર માટે હોસ્પિટલ આવવું પડતું હતું. તેમના તબીબોએ લતાબેનને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સૂચન કર્યું હતું.

 

કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત આવી ત્યારે પરિવારના દરેક સભ્યોએ લતાબેનને પોતાની કિડની આપવાની તૈયારી બતાવી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે નજીકના સગાની કિડની અથવા તો બ્રેઈનડેડ થયેલા હોય તેવા દર્દીની કિડની આપી શકાય છે. ત્યારે સગાની કિડની પણ મેચ થવી જરૂરી છે. હિતેશભાઈની કિડની લતાબેન સાથે મેચ થઈ ગઈ અને ભાઈએ પોતાની બહેનને રક્ષાબંધન પહેલા જાણે અમૂલ્ય ભેટ આપી દીધી.

 

 

ભાઈએ આપેલી કિડનીથી બહેનને નવા જીવનની જાણે ભેટ મળી ગઈ. રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના આ અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું. જેણે આ રક્ષાબંધનના પર્વને સાચા અર્થમાં સાર્થક પણ કર્યું. કિડની ડોનેટ કરનાર હિતેશભાઈનું કહેવું છે કે દર રક્ષાબંધને તેઓ તેમની બેનને કોઈને કોઈ ભેટ આપતા આવ્યા છે પણ આ વખતે તેમને તેમની બેન માટે કિડની ડોનેટ કરવાનો મોકો મળ્યો અને આ તક તેઓ કેવી રીતે જવા દેતા.

 

 

જેથી તેમણે તેમની બેન માટે કિડની ડોનેટ કરી દીધી. પોતાની બેન માટે તે એટલું તો કરી જ શકે એવું તેમણે  જણાવ્યું હતું. જ્યારે ભાઈની કિડની મેળવનાર લતાબેનનું કહેવું હતું કે ભાઈ તરફથી મળેલી આ ભેટ માટે આજે તેમની પાસે કોઈ શબ્દો નથી. એક ભાઈ તરફથી બેનને મળેલી સૌથી મોટી ગિફ્ટ છે, જે તેઓ ક્યારેય નહીં ભૂલે.

 

આ પણ વાંચો: Surat જિલ્લા પોલીસની અનોખી પહેલ, પોલીસ તમારે દ્વાર અભિયાન દ્વારા કરાશે વૃદ્ધોની મદદ

Published On - 5:30 pm, Wed, 4 August 21

Next Article