સુરતમાં ત્રિપલ મર્ડર કેસ મામલે પોલીસ એક્શન મોડ પર, 2500 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાઇ

|

Dec 26, 2022 | 4:07 PM

અમરોલીમાં વેપારીની ત્રિપલ મર્ડરની (Murder) ઘટના બાદ પોલીસ એકશનમાં આવી, સમગ્ર સુરતમાં કોમ્બિંગની કાર્યવાહી કરી, અનેક હથિયારો કબજે કર્યા તો અનેક અસામાજિક તત્વો સામે કાયદેસર પગલાં ભરવામાં આવ્યા

સુરતમાં ત્રિપલ મર્ડર કેસ મામલે પોલીસ એક્શન મોડ પર, 2500 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાઇ
સુરત પોલીસની કોમ્બિંગ કાર્યવાહી

Follow us on

સુરતના અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટનાથી ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી. સુરત પોલીસ દ્વારા રાતે ૯ થી ૧૨ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે 2500 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી કોમ્બીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગની કાર્યવાહી અલગ અલગ પોલીસ મથકની હદમાં કરવામાં આવતી રહે છે. આ ઉપરાંત આગામી સમયમાં આવી રહેલી થર્ટી ફસ્ટને લઈને પણ સુરતમાં ચુસ્ત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી હતી. જેને લઈને સુરત સહીત ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં ક્રાઈમ હોટસ્પોટ તેમજ સંવેદનશીલ વિસ્તારો આઈડેન્ટીફાય કરી તેવા વિસ્તારોમાં ખુલ્લામાં છરી, ચાકુ જેવા ઘાતક હથીયારો લીએન ફરતા ઈસમો તેમજ ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો ઉપર કાર્યવાહી કરવા સુરત પોલીસે સમગ્ર સુરત શહેરમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસ દ્વારા આમે સતત અવારનવાર અલગ અલગ ઝોન માં કોમ્બિંગ કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું.રાતે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં સુરત પોલીસ દ્વારા અમરોલી કોસાડ આવાસ, પાંડેસરા, લીંબાયત, ઉધના, સચિન, સચિન જીઆઈડીસી, કતારગામ, વરાછા, ચોકબજાર,લાલગેટ, હજીરા, ડીંડોલી તેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી ૫ હજાર જેટલા શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા.આ કોમ્બિંગની કાર્યવાહી કરવા માટે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.તેમજ એસઓજી,પીસીબી ડીસીબી પોલીસની ટીમ સહીત ૨૫૦૦ પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. આ અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર સુરતમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

કોમ્બિગમાં પોલીસે કઈ કઈ કાર્યવાહી કરી

1) એમવી એક્ટ 207 [વાહન ડીટેઈન] – 232
2] જીપીએક્ટ 135 [ચાકુ,છરી, લાકડી ફટકાના કેસો-138
3] સીઆપીસી 107, 151- 120 કેસ
4] સીઆપીસી 110- ઈજી- 41 કેસ
5] પ્રોહીબીશન – 161
6] જુગાર – 5 કેસ
7] તડીપાર ભંગના 15-કેસ
8] ટપોરી ચેક – 125
9] ટ્રાફિક સ્થળ દંડ – 35,900
10] વાહન ચેક – 2208
11] હોટેલ ચેક – 118
13) ભાડુંઆત ચેક – 162
14] નાસ્તા ફરતા આરોપી ચેક – 62
15] જમીન પર છુટેલા આરોપી ચેક-39
16] શંકસ્પદ સ્થળો ચેક – 96
17] વાઈટલ ચેક – 24
18) એટીએમ ચેક – 133
19] શંકાસ્પદ ઈસમો ચેક – 220
20] સિક્યુરીટી ચેક – 145
21) ઘરફોડ ચોરી આરોપી 42
22] દારૂ પી ને વાહન ચલાવવાના કેસો – 3
23] પેરોલ ફલો 6
24] પ્રોહીબીશનની પ્રવુતિ અવાર નવાર કરતા ઈસમોના અટકાયતી પગલા

Published On - 4:06 pm, Mon, 26 December 22

Next Article