એક તરફ સુરત મહાનગરપાલિકાની તળિયાજાટક તિજોરી જોવા મળી રહે છે બીજી તરફ ખર્ચમાં કોઈપણ પ્રકારની કસર શાસકો રાખી રહ્યા નથી. મેયરનો બંગલો ધોળા હાથી જેવો પુરવાર થઈ રહ્યો છે. પ્રજાના પૈસે ખોટો ખર્ચ કરીને બંગલો તૈયાર કરવામાં આવ્યો હોવાનાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે.
સુરતના મેયર બંગલો ત્યારથી જ અલગ અલગ વિવાદો સામે આવતા રહ્યા છે. બંગલા નો વપરાશથી લઈને બંગલા પાછળ થતો ખર્ચ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આપના કોર્પોરેટર દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી તેમાં કેટલીક આશ્ચર્યજનક બાબતો સામે આવી છે માત્ર સિક્યુરિટી અને ગાર્ડનિંગ પાછળ રૂપિયા 26 લાખ રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરવામાં આવી રહ્યો છે. એના સિવાય પણ ઘણા એવા ખર્ચા થઈ રહ્યા છે કે જે બતાવવામાં આવતા નથી. બંગલા પાછળ કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકા છે.
સુરતના મેયરના બંગલામાં સિક્યોરિટી, બેલદાર અને લાઈટ બિલ પાછળ એક વર્ષમાં 26 લાખ કરતા વધુનો ખર્ચ
– 4 માર્શલ પાછળ વર્ષે 12,32,448નો ખર્ચ
– 6 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ માટે 9,21,384નો ખર્ચ
– એક બેલદાર ગાર્ડન વિભાગ માટે 4,05,576નો ખર્ચ ખર્ચ
– લાઈટ બિલ પાછળ 1,03,790નો ખર્ચ
– આમ કુલ મળીને 26,63,198નો ખર્ચ એક વર્ષમાં કરાયો
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયર બંગલાને સંબંધિત અનેક માહિતીઓ માંગવામાં આવી છે પરંતુ પૂર્ણ રીતે માહિતી આપવામાં આવી નથી. આશ્ચર્યજનક રીતે બિલમાં જે ખર્ચ બતાવવામાં આવ્યો છે તે વીજબીલ એક વર્ષનો હોય તેવું લાગતું નથી. મેર બંગલા ની અંદર વીજ બિલને લઈને પૂરો ખર્ચ કેટલો છે તેની પણ વિગત આપવામાં આવી નથી તે સિવાય અન્ય જે ખર્ચા થઈ રહ્યા છે. તેની પણ માહિતી છુપાવવામાં આવી છે.આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણ અને મહિલા કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ રીતે મેયર નો બંગલો બનાવીને તેની પાછળ જે ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ સમાન છે. મોટી મોટી વાતો કરનાર શાસક પક્ષ બાળકોના શિક્ષણને લઈને પણ ગંભીર નથી. વરસ પૂરું થવા આવ્યો હોવા છતાં પણ બાળકોને ગણવેશ બુટ મોજા જેવી સામાન્ય વસ્તુઓ પણ સમયસર આપવામાં આવી નથી.કેટલાક પુસ્તકો પણ આપવામાં આવ્યા નથી. બાળકો પાછળ ખર્ચ કરવાને બદલે માત્ર પોતાની જાહોજહાલી પાછળ જ સત્તા દેશો ખર્ચ કરી રહ્યા છે.
Published On - 3:55 pm, Wed, 28 December 22