સુરતના (SURAT) કાપોદ્રા વિસ્તારમાં ગણેશનગર કોલોનીમાં બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતી કારે યુવકને અડફેટે લેતા હવામા ફંગોળાઈ નીચે પડતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ તો સુરતમાં બસ અને BRTS માં અકસ્માતની (Accident) ઘટના સતત સામે આવી હોય છે. ખાનગી વાહનો ગમે તેમ કરીને ચલાવતા હોય છે. આ યુવાનનું મોત થયું ત્યારે 12 જૂનના લગ્ન હોવાથી ખરીદી કરવા નીકળ્યો હતો.
યુવાન સુરતના કાપોદ્રા વિસ્તારના ગણેશનગર બીઆરટીએસ રૂટમાં એક કાર બેફામ દોડી રહી હતી. ત્યારે રસ્તા પર જતાં બે રત્નકલાકારોને અડફેટે લીધા હતા. જેમાં એક યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતક યુવક રત્નકલાકાર હતો અને તે બિહારનો નિવાસી હતો. રાહુલ ગોસ્વામી અને સૂરજગિરી બંને મિત્રો જઈ રહયા હતા. તે દરમ્યાન ઘટના બની હતી. જેમાં રાહુલગિરીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતક રાહુલના જૂન મહિનાની 12 તારીખે લગ્ન હતા. અને રાહુલ બિહાર જવાનો હતો. જોકે તે દરમ્યાન આ ઘટના બનતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો હતો.
મહત્વની વાત એ છે સુરત શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં પાંચથી વધુ અકસ્માત બન્યા છે. જેમાં અત્યાર સુધીમાં 2 ના મોત થયા છે. ત્યારે સુરત પોલીસ આ મામલે ગંભીરતા દાખવીને બેકાર બનેલ કારચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. સુરત પાલિકા દ્વારા BRTS રૂટમાં ખાનગી વાહનો પસાર થતા હોય છે. જેથી અકસ્માત થાય સાથે લોકોની પણ બેદરકારી હોય છે કે લોકો BRTS રૂટ પરથી રોડ ક્રોસ કરતા હોય છે. જે બાબતે પાલિકા દ્વારા કાર્યવાહી કરવી જરૂરી છે.
આ પણ વાંચો : પોલીસ સ્ટેશનોને 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું : અમિત શાહ