સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સની દુકાનમાંથી મહિલાએ કરી હાથ સફાઇ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Jan 04, 2023 | 5:00 PM

સુરતના (Surat) ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલાએ ચોરીને અંજામ આપ્યો છે. જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની ખરીદી કરવા આવેલી મહિલા સોનાની જ્વેલરીની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સની દુકાનમાંથી મહિલાએ કરી હાથ સફાઇ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
સુરતમાં જ્વેલર્સની દુકાનમાં મહિલાએ કરી ચોરી

Follow us on

સુરતમાં (Surat) દિવસે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે સુરતના ઘોડદોડ રોડ પર વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલા નામાંકિત જ્વેલર્સની દુકાનમાંથી સોનાની બંગડીની ચોરી કરી મહિલા ફરાર થઇ ગઇ હતી. મહિલા સેલ્સ એક્ઝીક્ચુટીવને વિશ્વાસમાં લઇ બંગડીની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે. હાલ આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધીને CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

75 હજારની બંગડીની ચોરી ફરાર થઇ ગઇ હતી મહિલા

સુરતના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલાએ ચોરીને અંજામ આપ્યો છે. જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની ખરીદી કરવા આવેલી મહિલા સોનાની જ્વેલરીની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, એક મહિલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવે છે અને ખરીદી માટે જ્વેલરી જોવે છે. ત્યારબાદ નજર ચૂકવી મહિલા 75 હજારની બંગડીની ચોરી કરી ફરાર થઇ જાય છે. જ્વેલર્સ માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે CCTVમાં દેખાતી ફરાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.

જ્વેલર્સના તમામ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઇ

મેનેજરે તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરતા ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન જ્વેલર્સના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરી કરતી મહિલા નજરે પડી હતી. સીસીટીવ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, આ અજાણી મહિલા જ્વેલર્સના સેલ્સ એક્ઝીક્ચુટીવને બંગડી બતાવવાનું કેહતા સેલ્સ એક્ઝીક્ચુટીવ બતાવે છે ત્યારે આ મહિલા બંગડી જોઈ છે. થોડીવારમાં જ આ મહિલા સેલ્સ એક્ઝિટિવને પોતાના વાતમાં લઈ બંગડીનો જથ્થો ઊંચકી એમાંથી બે ત્રણ બંગડી પોતાના ખોળામાં મૂકી દે છે. જોકે હાલ આ મામલે ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

મહત્વનું છે કે શિયાળાની ભર ઠંડીમાં સુરતમાં ફરી એકવાર તસ્કરો સક્રિય બન્યા છે અને સોસાયટીઓને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે ગઇકાલે કીમ વિસ્તારમાં આવેલી એક સાંઇ પૂજન સોસાયટીમાં પણ તસ્કરો ત્રાટક્યાં હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં આપ જોઇ શકો છો કે રાત્રીના સમયે 7 જેટલા તસ્કરો સોસાયટીમાં ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપવાની ફિરાકમાં હતા. પરંતુ અવાજ થતાં લોકો જાગી ગયા હતા. જેથી તસ્કરો ચોરી કર્યા વિના જ વિલા મોંઢે પાસા ફર્યા હતા.

Next Article