Surat : ચોર્યાસી તાલુકાના ગામોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરને કરાઈ રજુઆત

|

Oct 20, 2022 | 8:25 AM

બેરોજગારી ની ગંભીર સમસ્યા હજીરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં અસ્તિત્વ ધરાવે છે. હજીરા ખાતે મહાકાય મલ્ટીનેશનલ ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિકોને હમેશાં રોજગારી થી વંચિત રાખવામાં આવે છે અને ઓરમાયું વર્તન કરવામાં આવે છે

Surat : ચોર્યાસી તાલુકાના ગામોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરને કરાઈ રજુઆત
Damka Village (File Image )

Follow us on

સુરત (Surat )જિલ્લાના દામકા પાટિયાથી દામકા-ભટલાઈ ખાતે અવર-જવર કરવા માટે ઉપયોગમાં લેવાતો ભસ્તા રોડ (Road )દામકા, વાંસવા અને તેના ખાડીને પેલે પાર ના ગામડાઓ (Villages )તથા સુરત કે પૂર્વ દિશા તરફથી વાહનોમાં મુસાફરી કરવા માટે એક માત્ર વિકલ્પ હતો. જેનો વપરાશ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે છૂટક મજૂરી કે કામધંધા માટે જનારા શ્રમિકો માટે બીજો કોઈ વિકલ્પ નહીં હોવાથી સરકારી વાહનો કે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરીને દામકા પાટિયા પાસે ઉતરી ને રસ્તાની વચ્ચે બનાવેલ ડીવાઈડરની નીચેથી વાંકા વળીને સ્ત્રી કે પુરુષો રસ્તો ઓળંગતા જોવા મળે છે, જે જોખમી છે. કારણ કે હજીરા વિસ્તાર થી સુરત કે પૂર્વ દિશા તરફ જનાર દરેક મોટા અને ભારેખમ વાહનો થી સાવચેત રહેવું પડે છે,નહિ તો જાન ગુમાવવાનો વખત આવી શકે છે.

કામ પર જનાર દરેક વર્ગના લોકો ને ફરજિયાતપણે મોરા ચાર સુધી ચક્કર લગાવવા જવું પડે છે જેમાં સમય અને શક્તિ બંને વેડફાઈ છે અને વાહન ધારણ કરનાર દરેકને પેટ્રોલ અને ડીઝલ નો ખોટો વપરાશ કરવો પડે છે. જેને ટાળી શકાય તેમ છે. જો દામકા પાટિયા પાસે દામકા તરફના વિસ્તાર માં જવા માટે વળાંક પર રસ્તા ની વચ્ચે જે ડીવાઈડર થી બંધ કરેલ છે તેને ખુલ્લો મૂકીને લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય છે.

આ ઉપરાંત દામકા ખાતે હાલના સમયમાં બે જેટલા પાણીના RO પ્લાન્ટ અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી માત્ર માંડવી ફળિયા ખાતેનો RO પ્લાન્ટ કાર્યરત છે અને બીજો પાણીનો RO પ્લાન્ટ બંધ હાલતમાં છે. જેથી દામકા ગામ ખાતે અન્ય બે પાણીના RO પ્લાન્ટ ફાળવવા આવે એ જરૂરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બેરોજગારી ની ગંભીર સમસ્યા હજીરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં અસ્તિત્વ ધરાવે છે. હજીરા ખાતે મહાકાય મલ્ટીનેશનલ ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિકોને હમેશાં રોજગારી થી વંચિત રાખવામાં આવે છે અને ઓરમાયું વર્તન કરવામાં આવે છે. હજીરા કાંઠા વિસ્તારનું યુવાધન સારી એવી શૈક્ષણિક લાયકાતો ધરાવે છે, તેમ છતાં પણ હજીરા ખાતેના મહાકાય મલ્ટીનેશનલ ઉદ્યોગોમાં રોજગાર વાંચ્છુક યુવાનોને રોજગારી ની યોગ્ય તકો મળતી નથી. ઉપરોક્ત પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવશે તો આગામી સમયમાં ગ્રામજનો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

Input Credit Suresh Patel (Olpad )

Next Article