સુરતના દિવ્યાંગ યુવકને થયો વિદેશી યુવતી સાથે પ્રેમ, વિદેશી યુવતિએ પણ બતાવી આવી હિંમત

|

Nov 07, 2022 | 3:24 PM

Surat: પ્રેમ માટે લોકો કંઈપણ કરવા તૈયાર હોય છે અને આવુ જ કંઈક કારનામુ કરી બતાવ્યુ છે સુરતના દિવ્યાંગ યુવકે. તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલિપાઈન્સની યુવતી સાથે પ્રેમ થયો અને વિદેશી યુવતીએ પણ પ્રેમમાં હિંમત બતાવી. જાણો પ્રેમનો અજીબ કિસ્સો

સુરતના દિવ્યાંગ યુવકને થયો વિદેશી યુવતી સાથે પ્રેમ, વિદેશી યુવતિએ પણ બતાવી આવી હિંમત
સુરત કપલ

Follow us on

સુરતીઓ હંમેશા કંઈક અવનવુ કરવા જાણીતા છે. સુરતના એક દિવ્યાંગ યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલિપાઈન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો. સુરતમાં પાન પાર્લર ચલાવતા 47 વર્ષિય કલ્પેશભાઈને ફિલિપાઈન્સની યુવતિ સાથે પ્રેમ થયો અને યુવતિ પણ આ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ છે અને યુવતીએ પણ સાત સમંદર પાર કરી લગ્ન કરવા માટે સુરત આવી પહોંચી છે.

હાલ સોશિયલ મીડિયા હાથ વગુ બનતા વિશ્વ ઘણુ નાનુ થઈ ગયુ છે અને લોકો અન્ય દેશના લોકો સાથે પણ કનેક્ટ થઈ રહ્યા છે. સુરતના કલ્પેશભાઈ પણ સોશિયલ મીડિયાના માધ્યથી જ ફિલિપાઈન્સની યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને વાતોવાતોમાં તે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સુરતના આ દિવ્યાંગ કલ્પેશભાઈ માટે સોશિયલ મીડિયા તેના પ્રેમ સુધી પહોંચવાનુ માધ્યમ બન્યુ છે. આ બંનેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી અને બન્નેને પ્રેમ થઈ ગયો. બંને વચ્ચે પ્રેમ થતા આ બંનેએ લગ્ન કરવાનુ નક્કી કર્યુ અને ફિલિપાઈન્સની આ યુવતી પ્રેમને પામવા સુરત આવી પહોંચી છે. 20 નવેમ્બરે બંને લગ્ન કરવાના છે.

સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી યુવતી ભારત આવી છે. બંને વચ્ચેના ભાષા, નાત-જાત-સરહદ સહિતના તમામ સીમાડાઓને આ બંનેના પ્રેમએ તોડી નાખ્યા છે. બન્નેના પરિવાર પણ સંમત થતાં આગામી દિવસોમાં લગ્નગ્રંથીમાં બંધાઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકના 43 વર્ષીય કલ્પેશભાઈ સુરતમા હાલ યોગીચોકમાં પોતાનું પાન પાર્લર ચલાવે છે. આ દિવ્યાંગ યુવકે સોશિયલ મીડિયાના મારફતે સુરત નહીં દેશ નહીં પણ વિદેશની અંદર એક યુવતી સાથે મિલન થતા તેને ભારત બોલાવી અને હવે લગ્ન કરવા સુધીની પણ તૈયારી કરવામાં આવી રહી છે. કલ્પેશભાઈની પ્રેમ કહાની વિશે વાત કરીએ તો 2017માં કલ્પેશભાઈને ફિલિપાઈન્સની રેબેકાની ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. આ બાદ તેમણે રિકવેસ્ટ સ્વીકારી અને બંને વાતો કરવા લાગ્યા. મિત્રતા ક્યારે પ્રેમમા બદલાઈ ગઈ તેમને પણ ખબર ન પડી. પાંચ વર્ષ વીતી ગયા. આ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.આ વચ્ચે જ કોરોનાકાળ આવી ગયો અને લોકડાઉન થયુ જેથી રેબેકા ભારત આવી શકી નહી.

બંનેના લગ્ન માટે રેબેકાના પરિવારે પણ મંજૂરી આપી દીધી છે અને હવે 20 નવેમ્બરે બન્ને લગ્ન કરવાના છે. હાલમાં આ યુવતી સુરત આવતાની સાથે પરિવારની અંદર એક ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ સોસાયટીના લોકો પણ એ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આ દિવ્યાંગ કલ્પેશભાઈની ઈચ્છા હતી કે પોતાના લગ્ન થાય પણ દિવ્યાંગ હોવાથી લગ્ન કરી શક્તા ન હતા. આખરે પાંચ વર્ષની મહેનત બાદ ફેસબુકના માધ્યમથી કોન્ટેક્ટ થયો અને આખરે વિદેશી રેબેકા તેમની સેવા માટે વિદેશથી ભારત દોડી આવી

Published On - 11:45 pm, Sun, 6 November 22

Next Article