Surat : ભાવનગરના બ્રેઈન સ્ટ્રોકના દર્દીને 58 મિનિટમાં હવાઈ માર્ગે સુરત લાવવામાં આવ્યો

સુરતના ઘોડદોડ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય વ્યક્તિ સામાજિક પ્રસંગે ભાવનગર ગયા હતા. જ્યાં તબિયત લથડતા દર્દીને ભાવનગરની BISM હોસ્પિટલ લઈ જવાયા. 

Surat : ભાવનગરના બ્રેઈન સ્ટ્રોકના દર્દીને 58 મિનિટમાં હવાઈ માર્ગે સુરત લાવવામાં આવ્યો
Air Ambulance
| Edited By: | Updated on: Jan 09, 2023 | 11:49 AM

ગુજરાતમાં સરકારી એર એમ્બ્યુલન્સમાં ભાવનગરથી પહેલીવાર દર્દીને માત્ર 58 મિનિટમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા. સુરતના ઘોડદોડ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય કાનજી સંસપરા સામાજિક પ્રસંગે ભાવનગર ગયા હતા.  જ્યાં તબિયત લથડતા દર્દીને ભાવનગરની BISM હોસ્પિટલ લઈ જવાયા. અહીં બ્રેઈન સ્ટ્રોકનું નિદાન થતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર જણાઈ. તો 108ની એર એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરાયો. અને ભાવનગરથી બ્રેઈન સ્ટ્રોકનો દર્દી એકથી સવા લાખ રૂપિયાના ખર્ચમાં જ સુરત પહોંચી ગયા.

એર એમ્બ્યુલન્સમાં 5થી 6 લાખ રૂપિયાનો થાય છે ખર્ચ

કોઈ દર્દીને ખાનગી એર એમ્બ્યુલન્સમાં ખસેડવાનો ખર્ચ 5થી 6 લાખ રૂપિયા થાય છે. સુરત એરપોર્ટ પરથી વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સ તૈનાત હતી. જ્યાંથી દર્દીને ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ભાવનગરથી એરપોર્ટ 15 મિનિટ અને ટ્રાવેલિંગ 26 મિનિટ અને સુરત એરપોર્ટથી હોસ્પિટલ સુધીમાં 17 મિનિટ લાગી. આમ 58 મિનિટમાં તો દર્દી ભાવનગરની હોસ્પિટલથી લઈને છેક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી ગયો હતો.

Published On - 11:26 am, Mon, 9 January 23