સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળો દિવસે લૂટની ઘટના સામે આવી છે. જમીન દલાલની ઓફિસમાં માથાભારે ઈસમ તેના સાગરિત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન સાથે કુલ 80 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટ ચલાવી ભાગતા ઈસમો બિલ્ડીંગના સીસીટીવીમાં કેદ થયા છે.ત્યારે આ આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ અને સીસીટીવીના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ગુડ્ડુ યાદવ ગોડાદરા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ માર્કેટમાં ઓફીસ ધરાવે છે. ગતરોજ ગુડ્ડુ યાદવ ઓફીસ પર હાજર ન હતો ત્યારે તેની ઓફિસમાં તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસમાં કામ કરતો વ્યક્તિ જગન્નાથ હાજર હતા. દરમ્યાન બપોરના અઢી વાગ્યાના અરસામાં રાહુલ રામસુરત યાદવ અને તેનો સાગરિત ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને રિવોલ્વર જેવું હથીયાર કાઢી રજુ યાદવના માથે મૂકી ધમકીઓ આપી હતી અને તેને લેવાના 8 લાખ રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું
સુરતમાં ધોળા દિવસે ગોડાદરામાં બંદૂકની અણીએ 80 હજારની લૂંટ#Surat #Gujarat #TV9News pic.twitter.com/7elrkGihbX
— Tv9 Gujarati (@tv9gujarati) February 16, 2023
આ ઘટના બાદ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર ગુડ્ડુના ભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને ગુડ્ડુના ભાઈના ગળામાંથી સોનાની ચેઈન તેમજ ઓફીસમાં રહેલા 50 હજારની લૂંટ કરી હતી એટલું જ નહી ધાક ધમકીઓ આપી જતી વખતે ઓફીસનો કાચનો દરવાજો તોડી બુમ બરડા પાડી નીકળી ગયો હતો.
આ સમગ્ર મામલે બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ખંડણી, લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે બીજી તરફ આ ઘટનાનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ પણ વાંચો : Gujarat weather: આ શહેરોમાં બપોરે થઈ રહ્યો છે ઉનાળાનો અનુભવ, જાણો કયા શહેરોનું દિવસનું તાપમાન છે ઉંચું