સુરતમાં બેફામ સિટી બસનો કહેર, 25 વર્ષની યુવતીના પગ પર પૈડા ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

|

Jan 28, 2023 | 5:29 PM

25 વર્ષીય યુવતીના પગ પરથી સીટી બસ ફરી વળતા યુવતીના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. જોકે આ ઘટના આજથી સાત દિવસ પહેલા એટલે કે 21 જાન્યુઆરીના રોજ બની છે.

સુરતમાં બેફામ સિટી બસનો કહેર, 25 વર્ષની યુવતીના પગ પર પૈડા ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બેફામ સિટી બસના કારણે યુવતી ઇજાગ્રસ્ત

Follow us on

સુરત શહેરમાં ફરી એક વખત સિટી બસનો કહેર સામે આવ્યો છે. 25 વર્ષીય યુવતીના પગ પરથી સિટી બસ ફરી વળી હતી. યુવતીના બંને પગ બસના પાછળના પૈડામાં આવી જતા તેઓના પગમાં ગંભીર રીતે ઈજાગ્રત થઈ હતી. યુવતીના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. જોકે યુવતીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

સિટી બસના પૈડા યુવતીના બંને પગ પર ફરી વળ્યા

સુરત શહેરમાં ફરી એક વખત સિટી બસનો કહેર સામે આવ્યો છે. 25 વર્ષીય યુવતીના પગ પરથી સીટી બસ ફરી વળતા યુવતીના બંને પગમાં ફેક્ચર થઈ ગયા છે. જોકે આ ઘટના આજથી સાત દિવસ પહેલા એટલે કે 21 જાન્યુઆરીના રોજ બની છે. તે દિવસે શહેરના સિવિલ હોસ્પિટલની પાછળ આવેલા યુનિક હોસ્પિટલ પાસે 25 વર્ષીય યુવતી સિટી બસમાંથી નીચે ઉતરી રહી હતી, ત્યારે તેનો એક પગ દાદર પાસે અને બીજો પગ નીચે હતો.

એટલે કે તે બસમાંથી બરાબર ઉતરી શકી ન હતી. ત્યારે જ સિટી બસ ચાલકે બસ હાંકતા જ યુવતી પડી ગઈ હતી. આ ઘટનામાં બંને પગ બસના પાછળના પૈડામાં આવી જતા તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેને તાત્કાલિક સ્થાનિકોએ નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

યુવતી ખાનગી હોસ્પિટલમાં કામ કરી ચલાવતી હતી પરિવારનું ગુજરાન

સિટી બસના અકસ્માતમાં ભોગ બનનાર યુવતીનું નામ અર્ચના મધુકર ઓંતારી છે. જે પાંડેસરા વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ નગરમાં રહે છે. તે ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતા ખાનગી કંપનીમાં વોચમેનનું કામ કરે છે. તે સિટી બસના 105 નંબરમાં પ્રવાસ કરી રહી હતી. ત્યારે યુનિક હોસ્પિટલ પાસે તેની સાથે આ ઘટના ઘટી હતી.

યુવતીએ ન્યાય માટે કરી માગ

યુવતીએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે મારે યુનિક હોસ્પિટલ પાસે જ ઉતરવું હતું, જ્યારે બસમાંથી 5થી 6 લોકો ઉતર્યા અને હું પણ ઉતરતી હતી. ત્યારે મારો એક પગ બસના દાદર ઉપર અને એક પગ બહાર હતો. ત્યારે બસ ચાલકે બસ હાંકતા હું ઊંધી પડી ગઈ હતી અને મારા બંને પગ ઉપરથી બસના પૈડા ફરી ગયા હતા.

યુવતીએ જણાવ્યુ કે, આજે મારી સાથે આ ઘટના બની છે અને કાલે બીજા સાથે પણ આ ઘટના બનશે. જેથી મને ન્યાય જોઈએ છે. જેથી આવી ઘટના અન્ય લોકો સાથે થાય નહીં. જે માટે બસના ડ્રાઈવરને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી માગ છે.

Next Article