Surat: કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી (Smart City) મિશન અંતર્ગત દર વર્ષે દેશમાં 100 સ્માર્ટ શહેરોને નેશનલ કોન્ફરન્સનું (Smart City National Conference) આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજનારી નેશનલ કોંફરન્સના આયોજન માટે સુરત (Surat) શહેરની પસંદગી કરી શકાય કે કેમ તે અંગે સમીક્ષા કરવા માટે કેન્દ્રમાંથી સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર સુરત આવ્યા હતા.
સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે વિવિધ સ્થળોની વિઝીટ પણ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી વેન્યુની પસંદગી કરાઇ નથી. પણ સ્માર્ટ સિટીની આ વર્ષની નેશનલ કોનફરન્સ માટે યજમાન સુરત શહેર બનશે તે લગભગ નક્કી છે.
સુરત શહેરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી 2022 માં સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સ આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરના વિવિધ 100 સ્માર્ટ શહેરોના 500 જેટલા મહેમાનો સુરતમાં આવશે. જેમાં દરેક શહેરના મેયર, મનપા કમિશનર અને સેક્રેટરી સહિતના લોકો આવશે.
ડિરેક્ટર રાહુલ કપૂરે આ કોનફરન્સ માટે વિવિધ સ્થળો જોયા હતા જેમાં સરસાણા ડોમ, સુરત કિલ્લો, ઉધના ખાતે આવેલ સુરતી આઇલેબ, ફોરેસ્ટ ક્લબ, સાયન્સ સેન્ટર આ સ્થળોની વિઝીટ લીધી હતી. જે પૈકી કોઈપણ એક સ્થળે સ્માર્ટ સીટી નેશનલ કોનફરન્સનું આયોજન કરવામાં આવશે.
સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે. અને કુલ રૂ. 1717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. અને કુલ રૂ. 1205 કરોડના 14 પ્રોજેકટની કામગીરી હાલમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?