સામાન્ય રીતે મહિલાઓ (Ladies) કોકરોચથી પણ ડરતી હોય છે. પરંતુ શહેરના પાલ વિસ્તારમાં આવેલા એક લેડીઝ સલુનમાં એક-બે નહીં, પરંતુ 9 જેટલા ઈગવાના (ગરોળીની મોટી પ્રજાતિ)છે. ઈગવાના (Iguana) ગરોળીઓની જ એક પ્રજાતિ છે. ગરોળીની આ પ્રજાતિ ગુજરાતમાં સામાન્ય રીતે જોવા મળતી નથી. આ સલૂનમાં જે ઇગવાના છે. તે સલૂનના સંચાલક દ્વારા સાઉથ અમેરિકાના ફ્લોરિડાથી મંગાવવામાં આવી છે.
સુરતમાં સુરતીઓને પ્રાણીઓ પાડવાનો શોખ તો હોય જ છે. પરંતુ તે મોટાભાગે શ્વાન અને બિલાડી પૂરતો જ સીમિત હોય છે. પરંતુ સુરતમાં પાલ વિસ્તારમાં રહેતા અને સલૂન ચલાવનાર ગણેશભાઈ સેનને ઈગવાના પાડવાનો શોખ છે. તેમના સલૂનમાં 3 મોટી અને 6 નાની ઈગવાના છે. આ સલૂનમાં મહિલાઓ હેર કટીંગ માટે આવતી હોય છે, ત્યારે પહેલા તો તેઓ ખૂબ જ ડરી કરી જતી હોય છે. પરંતુ ધીમે ધીમે તે તેનાથી ટેવાઈ જતી હોય છે.
આ અંગે સલૂન ચલાવનાર ગણેશભાઈ કહે છે કે લોકોને શ્વાન પાળવાનું ગમે છે, પરંતુ મને ઈગવાના પાળવાનો શોખ છે અને તેથી જ મે 7 વર્ષ પહેલા ઈગવાના સાઉથ અમેરિકાના ફ્લોરિડાથી મંગાવ્યો હતો. કારણકે આપણા ત્યાં ઈગવાના નથી મળતા. ઈગવાના આપણે ત્યાં કાયદેસર રાખી શકાય છે અને આ માટે મેં તમામ પરમિશન પણ લીધી છે. ઈગવાના અલગ અલગ રંગોમાં આવે છે. મારી પાસે બ્લુ,ઓરેન્જ અને ગ્રીન કલરના છે. આ ઈગવાના ત્યાં 5000માં મળે છે. આ બધામાં પીળા કલરનું ઈગવાના 1 લાખ સુધીમાં પડે છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે તેમનું લેડીઝ સલૂન છે. જ્યારે પણ કોઈ મહિલા આવે છે, ત્યારે તેમને નીચેથી કોલ કરે છે કે ઈગવાના છે કે નહીં અને પછી ઉપર આવે છે. કારણકે સામાન્ય રીતે મહિલાઓને કોકરોચ અને ગરોળીથી બીક લાગતી હોય છે. જો કે હવે મહિલાઓ આવે છે તો ઈગવાના સાથે રમે છે. ફોટા પડાવે છે. કારણકે ઈગવાના શાંતિપ્રિય પ્રાણી છે અને એકદમ ફેમિલીયર પણ છે. તેમના બંને નાના બાળકો તેમની સાથે રમે છે. આ ઈગવાના પ્યોર વેજિટેરિયન છે. તેઓ સરગવાની સિંગ ,પપૈયું,કોળું અને કેરી જેવી વસ્તુઓ ખાય છે.
સલૂનના રેગ્યુલર કસ્ટમર તરીકે આવતા શિવાની બેન કહે છે કે જ્યારે તે પ્રથમવાર ત્યાં ગઈ હતી ,ત્યારે તેને જોઈને તેમને ડર લાગ્યો હતો. પરંતુ જ્યારે તે તેમના પગ પર ચઢી ગયું હતું ત્યારે ગણેશભાઈ એ કીધું કે તે બિલકુલ હાનિકારક નથી અને બસ ત્યારથી તે જ્યારે પણ ત્યાં જાય છે તેની જોડે રમે છે.
આ પણ વાંચો : Surat : કોરોનાના કેસો વધતા અઠવા-રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ સોસાયટીમાં નવરાત્રી નહીં યોજવા આદેશ
Published On - 6:45 pm, Tue, 5 October 21