Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન

|

Dec 01, 2021 | 3:48 PM

આ સ્થિતિ વચ્ચે જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘંઉ, જુવાર અને ચણા જેવા પાકો માટે બિયારણની રોપણી કરી છે તેઓને પણ ભારે નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં શાકભાજી વધુ મોંઘા બને તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન
File Image

Follow us on

રાજ્યમાં માવઠાને(Rain ) પગલે વધુ એક વખત ખેડૂતોની(Farmers ) હાલત કફોડી થવા પામી છે. આગામી બે દિવસ સુધી વરસાદની સંભાવના વચ્ચે શાકભાજીના પાકના સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય ઘંઉ – જુવાર અને ચણાના બિયારણ પણ ખેતરમાં વરસાદને કારણે નાશ પામે તેમ છે. આ સ્થિતિમાં મોંઘા બિયારણનો ખર્ચો ખેડૂતોને માથે પડે તેમ છે.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતાં ખેડૂતોને 30 ટકા જેટલું નુકસાન થવા પામ્યું હતું. ત્યારે હવે વધુ એક વખત માવઠાને કારણે પારડી, તુવેર, પરવળ, ટિંડોળા, ફુલાવર અને કોબીજ સહિતની શાકભાજીને ભારે નુકસાન થઈ શકે છે. આગામી બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણને પગલે ખેતરોમાં ઉભા શાકભાજી નાશ પામે તેવી પણ શક્યતાઓ છે.

આ સ્થિતિ વચ્ચે જે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘંઉ, જુવાર અને ચણા જેવા પાકો માટે બિયારણની રોપણી કરી છે તેઓને પણ ભારે નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં શાકભાજી વધુ મોંઘા બને તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખેડૂતોની દયનીય સ્થિતિ સંદર્ભે વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં માઠવાને કારણે નુકસાન થવા છતાંસ રકાર દ્વારા હજી સુધી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોઈ સહાય ચુકવવામાં આવી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અધુરામાં પુરૂં સરકાર દ્વારા નુકસાનીના સર્વે માટે જરૂરી એવા તલાટી અને ગ્રામ સેવકોની ભરતી પણ કરવામાં આવી રહી નથી જેને પગલે ખેતરોમાં થયેલા નુકસાનીનો સર્વે 48 કલાકના નિર્ધારિત સમયગાળામાં ન થવાને કારણે ખેડૂતો પણ આર્થિક સહાયથી વંચિત રહેવા પામે છે.

થાઈલેન્ડ અને એની આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે સાડાઆઠ વાગે લો પ્રેશર ઊભું થયું છે. આ પ્રેશર આગામી 12 કલાકમાં આંદામાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી એ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને બે ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ અને નજીકની બંગાળની ખાડીના મધ્ય સુધી પહોંચવાની શક્યતા છે. ત્યાર પછી ચાર ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : તિબેટીયનોએ ગરમ કપડાંનું બજાર શરૂ કર્યું, પણ આ વર્ષે પણ ખોટનો ધંધો, જાણો કેમ ?

આ પણ વાંચો : સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર જીએસટીના દરમાં વધારાને પરત ખેંચવા દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું

Next Article