SURAT : કમોસમી વરસાદે પોંકની લિજ્જત બગાડી, પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવાઇ

સુરતના (Surat) પોંક બજારના વેપારી જણાવ્યું હતુ કે, હાલમાં જે વરસાદ પડયો છે તેના કારણે પોંકના(Ponk) વેપારમાં ફાયદે અને ગેરફાયદા બન્ને છે. વરસાદની આ સિઝનમાં જ્યારે જુવારની(Jowar) વાવણી કરવાની હતી ત્યારે વરસાદ ઘણો જ ઓછો રહ્યો હતો.

SURAT :  કમોસમી વરસાદે પોંકની લિજ્જત બગાડી, પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવાઇ
કમોસમી વરસાદથી જુવારના પાકને નુકસાન
| Edited By: | Updated on: Dec 02, 2021 | 3:42 PM

SURAT :  સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે સુરત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal rains) વરસી રહ્યો છે. આ વરસાદના કારણે સુરતની ઓળખ એવી (Ponk)પોંકની ભઠ્ઠીઓ હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. વરસાદના કારણે પોંકની ભઠ્ઠી બંધ થઈ ગઈ છે જે ઉઘાડ થતાં ફરીથી શરૂ કરી દેવામાં આવશે. આ વરસાદના કારણે ખેડુતોને ભારે નુકસાન થશે. પરંતુ (Ponk)પોંકની જુવારની ખેતી કરતાં અને મોડી વાવણી કરી છે જેના દાણા નાના હોય તેવાને ફાયદો થશે. જ્યારે મોટા દાણાવાળી જુવાર હોય તેવાને નુકસાન થશે તેવું સુરતના પોંક બજારના વેપારીઓ કહી રહ્યાં છે.

સુરતના (Surat) પોંક બજારના વેપારી જણાવ્યું હતુ કે, હાલમાં જે વરસાદ પડયો છે તેના કારણે પોંકના(Ponk) વેપારમાં ફાયદે અને ગેરફાયદા બન્ને છે. વરસાદની આ સિઝનમાં જ્યારે જુવારની(Jowar) વાવણી કરવાની હતી ત્યારે વરસાદ ઘણો જ ઓછો રહ્યો હતો. ત્યાર બાદ વધુ માત્રામાં વરસાદ પડયો હતો તેના કારણે (Jowar)જુવારનું પુરતું વાવેતર થયું ન હતું. પોંકની જુવાર માટે વાવેતર બાદ વરસાદની જરૂર હોય છે તે વરસાદ ખેંચાઈ ગયો હતો.

જેના કારણે ખેડુતોએ (farmers) ખેતરમાં પાણી પાઈને જુવારનો પાક ઉછેર્યો હતો. જુવારની રોપણી કરાયા બાદ વરસાદની જરૃર હતી ત્યારે વરસાદ પડયો ન હતો તેવા પાક માટે હાલનો વરસાદ નુકસાન કારક સાબિત થઈ રહ્યો છે. પહેલાની જેઓએ જુવારની વાવણી કરી હતી તેનો જુવારનો પોંકમાં મુશ્કેલી પડી શકે તેમ છે.

પરંતુ જે લોકોએ બીજો પાક લેવા માટે મોડી વાવણી કરી હતી. તેઓની જુવાર હાલ નાની છે તેઓને આ કમોસમી વરસાદ (Unseasonal rains) ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાનાદાણાવાળી જુવાર રોપી હશે તેવા ખેડુતોને ફાયદો થશે. આમ કમોસમી વરસાદના કારણે સુરતમાં પોંક બજારમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ થઈ ગયો છે.

તેઓ વધુમાં કહે છે, પોંક માટેની ભઠ્ઠી ખુલ્લામાં હોય છે અને હાલ વરસાદ છે તેથી ભઠ્ઠીઓ કામ ચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. વરસાદ બધ થયા બાદ રાબેતા મુજબ ભઠ્ઠી શરૃ કરી દેવામા આવશે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે હાલ પુરતુ પોંક બજાર પર ગ્રાહકોનું ગ્રહણ જોવા મળી રહ્યું છે.ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પોંકનો ભાવ કિલોએ રૂ. 500 જેટલો રહેશે.પાકના નુકસાનને કારણે આ વર્ષે રૂ.100 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.