Surat: સ્કૂલો શરૂ થતાં જ યુનિફોર્મ-સ્ટેશનરીના ધંધામાં પણ આવી તેજી, વાલીઓએ ખરીદી માટે કરી પડાપડી

|

Nov 23, 2021 | 2:41 PM

અત્યાર સુધી સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓના કદ કાઠામાં  ફેરફાર આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને જુના યુનિફોર્મ આવી રહ્યા નથી. જેથી તેઓએ પણ નવા યુનિફોર્મ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે.

Surat: સ્કૂલો શરૂ થતાં જ યુનિફોર્મ-સ્ટેશનરીના ધંધામાં પણ આવી તેજી, વાલીઓએ ખરીદી માટે કરી પડાપડી
File Image

Follow us on

શિક્ષણ વિભાગે (Education Department) ધો.6થી 10ની સાથે સાથે ધો.1થી 5માં ઓફલાઈન શિક્ષણ (Offline Education) આપવાનો નિર્ણય કર્યો હતો. જેને કારણે વાલીઓએ યુનિફોર્મ (Uniform), પીટી યુનિફોર્મ અને બૂટ સહિતની અન્ય સ્ટેશનરી (Stationary) ખરીદવા માટે સ્ટોર્સ પર રીતસરની ભીડ જમાવી હતી. તેવામાં જ પહેલા દિવસે જ શહેરની 50 જેટલી યુનિફોર્મ સ્ટોર્સમાંથી 5 હજાર જેટલા યુનિફોર્મ વેચાઈ ગયા હતા એટલે કે સ્કૂલ શરૂ થવાના પહેલા જ દિવસે 40 લાખ રૂપિયાનો ધંધો વેપારીઓને થયો છે.

 

શહેરના જાણીતા યુનિફોર્મ દુકાનદારો પાસે છેલ્લા બે વર્ષથી યુનિફોર્મનો સ્ટોક પડ્યો હતો. જે હવે વેચાઈ ગયો છે. હજી પણ થોડો સ્ટોક બચ્ચો છે, એ પણ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે. અત્યાર સુધી સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓના કદ કાઠામાં  ફેરફાર આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને જુના યુનિફોર્મ આવી રહ્યા નથી. જેથી તેઓએ પણ નવા યુનિફોર્મ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

એક મહિનાની જગ્યાએ પંદર દિવસમાં યુનિફોર્મ સ્ટોર્સ પર ડિલિવરી કરવા કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોનો યુનિફોર્મ રૂ. 800 સુધી હોય છે અને પીટીનો યુનિફોર્મ રૂ.700 સુધીનો હોય છે. શહેરમાં નાની મોટી યુનિફોર્મના અંદાજે 50 જેટલા સ્ટોર્સ કાર્યરત છે. જેમાં સોમવારે જ સરેરાશ 100 જેટલા યુનિફોર્મ વહેંચાયા છે. આજે પણ યુનિફોર્મની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

 

શહેરના એક યુનિફોર્મ સ્ટોર્સ સંચાલકનું કહેવું છે કે સરકારે અચાનક ધો.1થી 5ની સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરતા જ સોમવારે અમારી ચારેય સ્ટોર્સ પરથી 500 જેટલા યુનિફોર્મ વેચાઈ ગયા છે. તે સાથે અમે નવા યુનિફોર્મ બનાવવા માટે પણ ઓર્ડર પણ આપી દીધો છે. ધો. 10 અને 12 પછી ધો. 6થી 9ની સ્કૂલ શરૂ થઈ હતી. તે જ સમયે યુનિફોર્મ વેચાયા હતા. એ પછી યુનિફોર્મ વેચાતા જ ન હતા પણ હવે ઓચિંતી સરકારે જાહેરાત કરી દેતા ધો. 1થી 5ના વિદ્યાર્થીઓના યુનિફોર્મની ડિમાન્ડ વધી ગઈ છે.

 

 

અન્ય એક યુનિફોર્મની દુકાન ધરાવતા સંચાલકનું કહેવું છે કે .1થી 5ના વિદ્યાર્થીઓના યુનિફોર્મની ડિમાન્ડ વધી છે. સોમવારે અમારી સ્ટોર્સમાંથી 100 યુનિફોર્મ વેચાયા છે. ધો.6થી 12ના વિદ્યાર્થીઓના 10 યુનિફોર્મ વેચાયા છે. જ્યારે નવા યુનિફોર્મ ધો.1થી 5ના જ વેચાયા છે.  ઓચિતી જાહેરાતથી જે ધાર્યું હતું તે કરતા વધારે વાલીઓ યુનિફોર્મ ખરીદવા માટે આવ્યા છે. અમારી પાસે સ્ટોક પડ્યો છે એટલે અમને હાલમાં વાંધો તો નહીં આવે.

 

આ પણ વાંચો :  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરતાં બે આરોપીને ઝડપ્યા

 

આ પણ વાંચો : અમદાવાદમાં આકાર લઇ રહેલા વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરની આ છે વિશેષતા

 

Next Article