સુરતમાં અંગદાનના કિસ્સાઓ ઘણા બને છે.પણ તાજેતરમાં સામે આવેલી અંગદાનની ઘટના સૌની આંખોમાં આંસુ લાવી દે તેવી છે. સુરતમાં રહેતા બે મિત્રો મીત અને ક્રિશ પહેલા ધોરણથી સાથે જ અભ્યાસ કરતા હતા. તારીખ 24 ઓગસ્ટના રોજ બંને મિત્રો પોતાની એક્ટિવા ગાડી પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કારચાલકની અડફેટે આવતા બંને નીચે પડી ગયા હતા. અને તેઓને માથાના ભાગે ઇજા પહોંચી હતી.
બંનેને બ્રેઈન હેમરેજ થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. નિષ્ણાંત તબીબો અને ન્યુરોસર્જનને બંનેને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારે પરિવારના એક મિત્રે શહેરની ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરીને મીત અને ક્રિશ ના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટિમ દ્વારા હોસ્પિટલ પહોંચીને પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. અને તેની આખી પ્રક્રિયા સમજાવી હતી. બંને મિત્રોના માતાપિતા અને પરિવાર જનો તેમના અંગોના દાન માટે તૈયાર થયા હતા.
મીતના પિતાએ જણાવ્યું હતું કે મીતના અંગદાન થકી તેઓ મીતને જીવિત જોવા માંગીએ છીએ. જેથી તેઓ ઓર્ગન નિષ્ફ્ળ થનાર દર્દીઓ માટે મીતના અંગોનું દાન કરવા તૈયાર થયા હતા. તે જ પ્રમાણે ક્રિશ ના માતાપિતાએ પણ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. અને જીવનમાં કોઈપણ ચીજ વસ્તુઓનું દાન કરી શકે તેવું નથી. જેથી અંગદાન કરીને તેઓ અન્યોને જીવનમાં ઉપયોગી થવા માંગે છે.
બંને પરિવારજનોની અંગદાનની સંમતિ મળતા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અંગદાનની તૈયારી શરૂ કરવામાં આવી હતી. ક્રિશ અને મીતની કિડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરને, લીવર અમદાવાદની શેલ્બી હોસ્પિટલને, મીતનું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલને, અને ક્રિશ ના ફેફસા હૈદરાબાદના ક્રિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. ક્રિશ અને મીતના ચક્ષુઓનું દાન પણ લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
ક્રિશ ના ફેફસા સુરતથી 926 કિમીનુ અંતર 180 મિનિટમાં કાપીને પુનાના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જે છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લીટર ઓક્સિજનના સપોર્ટ પર હતા. જયારે ક્રિશ ના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના 55 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. અને મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી 47 વર્ષીય શિક્ષકમાં કરવામાં આવ્યું હતું. સુરતથી 288 કિમીનું અંતર 90 મિનિટમાં કાપીને મિટનું હૃદય બરોડાની 21 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું હતું.
આમ એક જ દિવસમાં 13 અંગો અને ટીસ્યુઓના દાનની ગુજરાતની આ પ્રથમ ઘટના છે. આમ, બંને મિત્રોએ મૃત્યુ પછી પણ બાર વ્યક્તિઓને નવ જીવન આપ્યું છે.
આ પણ વાંચો :