SURAT : શહીદ દિન કાર્યક્રમ નિમિતે પોલીસ જવાનોની શહાદતોને શ્રદ્ધાંજલિ અપાઇ

સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા શહીદ દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમમાં કોરોનાની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાજંલિ પાઠવવાંમાં આવી હતી.

SURAT :  શહીદ દિન કાર્યક્રમ નિમિતે પોલીસ જવાનોની શહાદતોને શ્રદ્ધાંજલિ અપાઇ
SURAT: Tribute paid to martyrs of police personnel on the occasion of Shaheed Din program
| Edited By: | Updated on: Oct 21, 2021 | 1:27 PM

દેશની આઝાદી બાદ 36,000થી વધુ પોલીસ વીર જવાનોએ દેશની રક્ષા અને દેશના નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે.તેના શહીદોની યાદમાં આજરોજ સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા શહીદ દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર અને મેયર હેમાલી બોધવાલ હાજર રહ્યા હતા. અને પોલીસ બેડાના તમામ અધિકારીઓ હાજર રહીને કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ જવાનોને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

21મી ઓકટોમ્બર 1959ના રોજ ચીની અતિક્રમણ સામે પોલીસના જવાનોએ ઝઝુમીને આપેલી શહીદોની યાદમાં પોલીસ સંભારણા દિવસે આંતરીક સલામતી અને નાગરીકો માટે વહોરેલી શહીદો માટે પોલીસની શહાદતને શ્રદ્ધાજંલિ આપવામાં આવે છે. દેશની આઝાદી બાદ 36,000 થી વધુ પોલીસ વીર જવાનોએ દેશની રક્ષા અને દેશના નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે. તેવા પોલીસ જવાનોના સંભારણા દિનની આજે ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે સુરત શહેરના અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા શહીદ દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમમાં કોરોનાની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાજંલિ પાઠવવાંમાં આવી હતી. કાર્યક્રમમાં પોલીસ બેડાના તમામા અધિકારીઓ હાજ રહ્યા હતા અને કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ જવાનોને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે મૃતકોના પરીવારજનોના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ મૃત્યુ પામેલ ટીબારબીના 4 જવાનોના પરીવારને ચેર અર્પણ કરી સહાય કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : ખુશખબર: રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રથમ 100 પ્રવાસી ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેમાં ફ્રી રાઇડ કરી શકશે

આ પણ વાંચો :  UP Assembly Election: જો યુપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો છોકરીઓને મળશે સ્કૂટી અને સ્માર્ટફોન, પ્રિયંકા ગાંધીએ કરી જાહેરાત

Published On - 1:27 pm, Thu, 21 October 21