Surat : રાજ્યના સુરતમાં બનનારા પહેલા 6 લેન બ્રીજનું કામ 45 ટકા પૂર્ણ, આવતા વર્ષ સુધીમાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ

આઉટર રિંગરોડ માટે વાલકમાં તાપી નદી પર 6 લેન બ્રિજ માટેનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ રાજ્યનો પહેલો 6 લેન બ્રિજ બનશે. જેની બનાવટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Surat : રાજ્યના સુરતમાં બનનારા પહેલા 6 લેન બ્રીજનું કામ 45 ટકા પૂર્ણ, આવતા વર્ષ સુધીમાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ
Surat - 6 lane bridge
| Edited By: | Updated on: Oct 25, 2021 | 2:29 PM

આઉટર રિંગરોડનું (Outer Ring Road) 45 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. આ રોડ 2022 માં તૈયાર થઇ જશે. જેમાં માટે 27 કીમીમાં 17 કિમીનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. વરિયાવ કોસાડથી થતા આ બ્રીજનું કામ કડોદરા સુધી ચાલી રહ્યું છે. આ રોડ પર વાલકમાં રાજ્યના પહેલા 6 લેન બ્રીજનું (6 Lane Bridge) કામ ચાલી રહ્યું છે અને આ બ્રીજનું કામ પણ 45 ટકા પૂરું થઇ ગયું છે.

આ રિંગરોડ રાજ્ય સરકાર, મહાનગર પાલિકા અને સુડા મળીને અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવી રહી છે. આ રોડ શહેરના બહારના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થશે. મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું છે કે આઉટર રિંગરોડ બન્યા પછી મહાનગર પાલિકામાં અવર જવરમાં વધુ સરળતા મળશે.

તેમને ઉમેર્યું છે કે આઉટર રિંગરોડના 27 કિમીમાંથી 17 કિમિ રોડનું કામ હાલ પ્રગતિમાં છે. જેને 2022 ના વર્ષ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના માટે બ્રીજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આઉટર રિંગરોડ 66 કિલોમીટર લાબો અને 90 મીટર પહોળો હશે અને તેના માટે લગભગ 500 મીટર જમીન પર ટીપી સ્કીમ બનાવવામાં આવી છે.

જમીન અધિગ્રહણ
આઉટર રિંગરોડ માટે અત્યાર સુધી સુડા વુસ્ટરની 90 ટકા અને મહાનગર પાલિકાની 94 ટકા જમીન અધિગ્રહણ કરવામાં આવી છે. રોડના કામો મે 2022 સુધીમાં પૂર્ણ થશે. બાકી બ્રિજ સહીત અન્ય સ્ટ્રક્ચર ઓક્ટોબર 2022 સુધી તૈયાર કરી લેવામાં આવશે. વરિયાવથી કોસાડના આઉટર રિંગરોડના કામ પહેલા મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં નહોતા. તે પછી શહેરનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે તેને મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવવામાં આવ્યા.

આઉટર રિંગરોડ માટે વાલકમાં તાપી નદી પર 6 લેન બ્રિજ માટેનું નિર્માણ કાર્ય ઝડપથી થી ચાલી રહ્યું છે. આ રાજ્યનો પહેલો 6 લેન બ્રિજ બનશે. જેની બનાવટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 27 કિલોમીટર વિસ્તારમાં 43 ગામો પ્રભાવિત થઇ રહ્યા છે. આમ, આ બ્રિજ આવતા વર્ષ સુધી પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. વર્ષ 2021-21 માં મહાનગર પાલિકાના બજેટમાં 10 કરોડ અને 2021-22માં બજેટમાં 45 કરોડના રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

આ પણ વાંચો : સુરત : કેબલ સ્ટેઈડ બ્રિજમાં તસ્કરોની તોડફોડ, પાલિકા તંત્રની ઉંઘ હરામ થઇ