Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

|

Sep 03, 2021 | 7:57 AM

સુરતના તાપી જિલ્લાની બહેનો ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશજીની મૂર્તિઓ બનાવીને પગભર થઈ છે. આ મહિલાઓ 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે.

Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ
Eco Friendly Ganeshji

Follow us on

સરકાર દ્વારા આ વર્ષે ગણપતિ (Ganpati) ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગણેશ ભક્તો ગણપતિ મહોત્સવની ઉજવણી માટે તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે. સુરતના તાપી જિલ્લાના બોરખડી ગામની સખી મંડળની બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી (Eco Friendly) ગણપતિ તૈયાર કરવામાં આવી આવ્યા છે. આ ગણપતિની ખાસિયત એ છે કે તે નારિયેળીના રેસામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

સરકારની મંજૂરી બાદ ગણેશ આયોજકોએ ગણપતિ ઉત્સવની તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દીધી છે. લોકો હવે પોતાની પસંદગીની ગણપતિજીની પ્રતિમાઓ બુક કરાવવા લાગ્યા છે. હવે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ બેસાડવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે આ વખતે સુરતના તાપી જિલ્લામાં બોરખડીમાં આવેલ નાની કુંડળ ગામની સ્નેહા સખી મંડળની બહેનો દ્વારા નારિયેળીના રેસામાંથી ગણપતિજીની નાની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

એક ફૂટથી લઈને ચાર ફૂટની ઊંચાઈ સુધીની મૂર્તિઓ આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે. સખી મંડળની મહિલાઓએ આ માટેની ખાસ તાલીમ લીધી છે અને તેની ટ્રેનિંગ લઈને આ મૂર્તિઓ બનાવવાની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ અંગે સ્નેહા સખી મંડળના પ્રમુખ જણાવે છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિજી બનાવવા માટે મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી તેઓએ આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં એક ફૂટથી લઈને ચાર ફૂટની મૂર્તિઓ આ મહિલાઓ પોતાના ઘરમાં જ તૈયાર કરે છે. ઘરના કામ અને ખેતીના કામ સાથે આ મહિલાઓ નારિયેળનાના રેસામાંથી વિવિધ વસ્તુઓ અને ભગવાનની મૂર્તિઓ બનાવે છે. આ કામ થકી તેઓ પરિવાર અને કુટુંબને આર્થિક રીતે મદદ પણ કરે છે.

આ મૂર્તિઓ 500 થી લઈને રૂપિયા 5,500 સુધીમાં વેચાતી હોય છે. જેના કારણે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા માટે એક અલગ વિકલ્પ મળી ગયો છે. જ્યારે પણ ઘરના કામમાંથી અને ખેતી કામમાંથી મહિલાઓ સમય મળે છે ત્યારે આ બહેનો આ પ્રકારના કામ કરતી હોય છે.

ગણપતિની પ્રતિમાઓ બનાવવાની સાથે સાથે આ મહિલાઓ અલગ અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવે છે. તેવામાં હાલ ગણપતિ મહોત્સવને લઇને આ બહેનોએ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે .મૂર્તિની કિંમત તેમાં કરવામાં આવેલા શણગાર અને મૂર્તિની સાઈઝના આધારે નક્કી થતી હોય છે.

 

આ પણ વાંચો :

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત

Next Article