Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

|

Oct 05, 2021 | 9:56 PM

વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદી બેન પટેલના હસ્તે સબજેલની જગ્યા ખાતે મનપાના નવા વહીવટી ભવન માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને તે પછી એક બે નહીં પણ ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા છે પણ હજી સુધી આ પ્રોજેક્ટની એક ઈંટ પણ મુકવામાં આવી નથી. 

Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

Follow us on

સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) નવા વહીવટી ભવનનો પ્રોજેક્ટ એવો છે જેનો એક વખત શિલાન્યાસ થયો છે અને તે પછી ત્રણ ત્રણ મુખ્યમંત્રી પણ બદલાયા છે. છતાં આજ દિન સુધી આ પ્રોજેક્ટની એક પણ ઈંટ મુકાઈ નથી. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવન માટે પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. 

 

જોકે સુરત મનપાની નવી કચેરીનો આ પ્રોજેક્ટર સુરત કોર્પોરેશન માટે એટલા માટે વિવાદી બની રહ્યો છે કે વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે સબજેલની જગ્યા ખાતે મનપાના નવા વહીવટી ભવન માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને તે પછી એક બે નહીં પણ ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા છે પણ હજુ આ પ્રોજેક્ટ કાગળ પર છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

જૂની સબજેલની જગ્યા રાજ્ય સરકાર પાસેથી વહીવટી ભવનના નામે અદલાબદલીથી મેળવાયા બાદ અહીંથી પ્રોજેક્ટ ખસેડીને અઠવાગેટ વિસ્તારમાં આવેલી ચોપાટી પાસે પણ લઈ જવાની વિચારણા કરવામાં આવી હતી. જોકે તેની સામે શહેરના લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. તેમજ તેનો વિરોધ પણ થયો હતો.

 

છેલ્લા છ વર્ષથી માત્ર કાગળ પર જ ચાલતો આ પ્રોજેક્ટ આખરે 500 કરોડથી વધુના ખર્ચ થવાના અંદાજને કારણે પણ મુલતવી રાખવા પણ વિચારણા થઈ હતી. જોકે હવે નવા શાસકો આવી ગયા છે અને મુખ્યમંત્રી પણ નવા આવી જતા 22,500 ચોરસ મીટર જગ્યા પર ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટથી આ પ્રોજેક્ટ મનપા કેવી રીતે સાકાર કરવા માંગે છે તે અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

 

 

નોંધનીય છે કે હાલ જે જગ્યા પર મનપાની કચેરી કાર્યરત છે તે જગ્યા હવે શહેરના હદ વિસ્તરણ પ્રમાણે નાની પડી રહી છે. મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં કામકાજ અર્થે આવતા હોય છે, ત્યારે તેઓને જગ્યા પણ નાની પડે છે અને પાર્કિંગનો એક મોટો પ્રશ્ન પણ રહેતો હોય છે. કલેકટર કમિશનર સહિતની તમામ કચેરીઓ નવી બની ગયા બાદ હવે મનપા કચેરી પણ નવી બનાવવાની વિચારણા ચાલી રહી છે.

 

 

જોકે છેલ્લા છ વર્ષથી મનપાની કચેરી માત્ર કાગળ પર અને પ્રેઝન્ટેશન પૂરતી સીમિત રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે નવા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયેલા પ્રદર્શન મનપાને નવી કચેરી આપી શકે છે કેમ?

 

 

આ પણ વાંચો : Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી

 

આ પણ વાંચો : Surat : કોરોનાના કેસો વધતા અઠવા-રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ સોસાયટીમાં નવરાત્રી નહીં યોજવા આદેશ

Next Article