Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી

|

Oct 18, 2021 | 9:12 AM

એક બાજુ ખેતી સાથે સંબંધી તમામ વસ્તુઓ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના ઉત્પાદિત શેરડી, ડાંગર, કપાસ, મગફળી સહિતના પેદાશોના ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે.

Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી
File Photo

Follow us on

છેલ્લા કેટલાય સમય થી પેટ્રોલ(Petrol ) અને ડીઝલનાં(Diesel ) ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત માં ડીઝલ નો ભાવ વધી ને 101.99 રૂપિયા અને પેટ્રોલનો ભાવ 102.64 રૂપિયા થવા પામ્યો છે.બીજી બાજુ ખેતી માટે ઉપયોગી રાસાયણિક ખાતરોના(Fertilizers ) ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.

ખેતી માં વપરાતા NPK ખાતરના ભાવમાં રૂપિયા 265 ,APK ખાતરમાં રૂપિયા 265 , સરદાર APK ના ભાવમાં રૂપિયા 125,સરદાર APS ના ભાવમાં રૂપિયા 75,નર્મદા ફોસફેટના ભાવમાં રૂપિયા 200,સલ્ફેટના ભાવમાં રૂપિયા 40 તથા પોટાશ ના ભાવમાં રૂપિયા 100 નો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. બિયારણ અને પેસ્ટીસાઇઝના ભાવ માં પણ વધારો થયેલ છે.ખેતી કરવામાં ઉપયોગી ટ્રેક્ટર અને અન્ય સાધનોનાં ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.એક બાજુ ખેતી સાથે સંબંધી તમામ વસ્તુઓ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના ઉત્પાદિત શેરડી,ડાંગર,કપાસ ,મગફળી સહિતના પેદાશોના ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના માજી વિપક્ષના નેતા અને સહકારી ખેડૂત આગેવાન દ્વારા આ મામલે રજૂઆતો કરવામાં આવી છે.

સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે સરકાર દ્વારા ખેત ઉત્પાદના ટેકા ના ભાવ તો જાહેર કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા ખેતીમાં ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા નથી. છેલ્લા ત્રણ વર્ષમાં ડાંગર ના પ્રતિ કવીંટલે 200 થી 250 રૂપિયા ભાવ ખેડૂતો ને ઓછા મળ્યા છે જ્યારે જ્યારે વ્યાજનું ભારણ અને સબસિડી મળવામાં વિલંબ થવાના કારણે શેરડીમાં 400 થી 450 રૂપિયા પ્રતિ ટને ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. ખેતીમાં ઉપયોગી વસ્તુઓના ભાવમાં સતત વધારો અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ખેડૂતોને નહીં મળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગુજરાત સરકાર દ્વારા શેરડી ઉપર 2% વેચાણ વેરો(GST) લેવામાં આવે છે.ભારતના અન્ય કોઈ પણ રાજ્યમાં સદર 2% વેચાણ વેરો (GST)વસુલ કરવામાં આવતો નથી.આ વેચાણ વેરા (GST)નું ભારણ પણ ખેડુતો ઉપર પડી રહ્યું છે. જેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે.ખેડૂતોના હિતને ધ્યાને રાખી ગુજરાત સરકારે તત્કાલ શેરડી વેચાણ ઉપર લેવામાં આવતો 2% વેચાણ વેરો (GST)નાબૂદ કરવો જોઈએ.

ગુજરાત સરકાર દ્વારા રાસાયણિક ખાતર ઉપર 5% વેચાણ વેરો (GST)વસુલ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં એક કે બે રાજ્યો સિવાય કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા રસાયણિક ખાતર ઉપર વેચાણ વેરો વસુલ કરવામાં આવતો નથી. સરકારે આ બાબતે પણ ગંભીતા દાખવી ખાતર ઉપરનો 5% વેચાણ વેરો (GST) નાબૂદ કરવો જોઈએ જેથી ખેડૂતોને રાહત અપાવી શકાય.

પ્રધાનમંત્રી દ્વારા 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી.પરંતુ હાલ ની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતી માં ઉપયોગી સાધનો અને ચીજ વસ્તુઓના ભાવ ડબલ થઈ ગયા છે અને ખેડૂતો ની આવક ઓછી થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા ખેતીમાં વપરાતા ટ્રેક્ટર,વોટર પંપ, બિયારણ,પેસ્ટીસાઇઝે જેવા સાધનો અને ચીજવસ્તુઓ ઉપર નો GST નાબૂદ કરવો જોઈએ જેથી ખેડૂતોને આર્થિક રીતે લાભ થઈ શકે.

આ પણ વાંચો: દંડથી બચવા ટ્રાફિક રખેવાળને જ 800 મીટર સુધી કાર સાથે ઢસડ્યો, ચોંકાવનારો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો: કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ

Next Article