Surat : રાજ્યની એકમાત્ર જૂની અને જર્જરિત સુરત સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે

|

Nov 02, 2021 | 6:20 PM

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ સુરત અને દક્ષિણ ગુજરાતના ગરીબો માટે આશીર્વાદરૂપ છે. અહીં મહારાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. આ હોસ્પિટલમાં રોજના 3 હજાર જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

Surat : રાજ્યની એકમાત્ર જૂની અને જર્જરિત સુરત સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે
Surat Civil Hospital

Follow us on

દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સરકારી હોસ્પિટલ સિવિલ સુરતમાં (Surat Civil Hospital) આવેલી છે. જે સૌથી મોટી અને વિશાળ હોસ્પિટલ છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ હોસ્પિટલનું બાંધકામ અંદાજે પચાસ વર્ષ કરતા પણ જૂનું છે. સમયની સાથે તે હવે જર્જરિત થવા લાગ્યું છે. 

હોસ્પિટલના અલગ અલગ વિભાગોમાં સ્લેબનાં પોપડા પડવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આવનારા સમયમાં આ હોસ્પિટલનું બિલ્ડીંગ તોડી પાડીને તેની જગ્યાએ આઠથી દર માળનું એક લાખ ચોરસ મીટર બાંધકામ સાથે નવી બિલ્ડીંગ સાથેનું નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટેની દરખાસ્ત આવનારા દિવસોમાં રાજ્ય સરકારને પણ મોકલવામા આવશે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ સુરત અને દક્ષિણ ગુજરાતના ગરીબો માટે આશીર્વાદરૂપ છે. અહીં મહારાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. એક માહિતી પ્રમાણે આ હોસ્પિટલમાં રોજના 3 હજાર જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં દર્દીઓના ઓપરેશન પણ થાય છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પણ અહીં લાભ લઈને સાજા થઈને ઘરે પરત ફરે છે. પરંતુ 50 વર્ષ જૂની આ હોસ્પિટલનું બાંધકામ હવે સમયની સાથે બિસ્માર થઇ ગયું છે. જેના કારણે અવારનવાર અનેક વિભાગોમાં છતના પોપડા પડવાની ઘટનાઓ બનતી રહી છે, હોસ્પિટલનું બે ત્રણ વખત સમારકામ પણ કરવામાં આવ્યું છે પરંતુ તેનાથી કોઈ ફર્ક પડ્યો નથી. આ સંજોગોમાં આ પ્રકારની કોઈ મોટી દુર્ઘટના ન બને એ માટે હવે આ હોસ્પિટલને નવા બાંધકામમાં લઈને જવાની જરૂર છે.

રાજ્યમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ સૌથી જૂની અને જર્જરિત 
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તબક્કાવાર સિવિલ હોસ્પિટલોને અત્યાધુનિક બનાવવા માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ, રાજકોટ અને વડોદરા સાહતના મહાનગરોમાં સિવિલ હોસ્પિટલોને નવા બાંધકામની સાથે આધુનિક બનાવી છે. પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલનું બાંધકામ 50 વર્ષથી પણ જૂનું થઇ ગયું છે અને હજી સુધી હોસ્પિટલનું બાંધકામ કરવા માટે કોઈ તૈયારી કરવામાં આવી નથી. હાલ મંત્રી મંડળમાં સુરતનું વજન વધારે હોય ત્યારે આ બાબતને ગંભીરતાથી લેવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Next Article