(Ukraine)યુક્રેનમાંથી સુરત (Surat) પરત આવતા પરિવારજનોમાં એક તરફ દુ:ખના આંસુ અને બીજી તરફ ખુશીના આંસુ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ (Students return)સુરત આવતા આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે સુરત શહેરના મેયર અને મંત્રીઓએ તેમને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું. મંત્રી પૂર્ણશ મોદી અને ધારાસભ્યો પણ હાજર રાજ્ય હતા.
ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદી, સુરતના મેયર હેમાલી બોઘાવાલા, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા ધારાસભ્ય વિ.ડી. ઝાલાવાડીયા સહિત નેતાઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચીને યુક્રેનથી આવેલ 6 વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે વિદ્યાર્થીઓ સુરત પરત આવતા વિદ્યાર્થીઓમાં ખુશ ખુશાલી જોવા મળી હતી. પરત આવેલા વિદ્યાર્થીઓને સુરત સર્કિટ હાઉસ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા. અને બાદમાં સર્કિટ હાઉસ ખાતે માતા-પિતા સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
બાળકો હેમખેમ પરત ફરતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓએ અને વિધાર્થીઓએ ગુજરાત અને ભારત સરકારનો આભાર માન્યો. બાદ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ યુક્રેન અંગેની પરિસ્થિતિ વર્ણવી હતી. યુક્રેનથી સુરત પરત ફરેલ વિદ્યાર્થીઓ MBBS ના વિદ્યાર્થીઓ છે.
યુક્રેનથી સુરત પરત ફરેલ વિદ્યાર્થીઓના નામ
1. ધ્વનિ પટેલ
2. આશ્વી શાહ
3. સ્વીટી ગુપ્તા
4. સાહિલ ધોળા
5. પૂજા પટેલ
6. તુલસી પટેલ
મહત્વની વાત એ છે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકારે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ કલેકટરના ડિઝાસ્ટર વિભાગે યુક્રેનમાં ફસાયેલા સુરતના વધુ 31 વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર કરી સરકારને મોકલી આપ્યું છે. યુક્રેનથી ભારત આવવા માટે છેલ્લું વિમાન 27મી ફેબ્રુ.એ હતું. પરંતુ આ ફ્લાઈટ રદ થતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ વિદ્યાર્થીઓના વાલીઓએ કલેકટરને કરેલી રજુઆત બાદ છેલ્લા 3 દિવસથી ફલાયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર કરી સરકારને મોકલી અપાયું હતું.
જેમાં શનિવારે વધુ 31 જેટલા વાલીઓએ પોતાના બાળકો ફસાયા હોવાનું જણાવી નામ સહિતની માહિતી ડિઝાસ્ટર વિભાગને આપી છે. આ સાથે હાલ સુધી યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓને સંખ્યા 161 સુધી પહોંચી છે. જોકે હજુ કલેકટરના ડિઝાસ્ટર વિભાગમાં નોંધણી માટે વાલીઓ આવી રહ્યા છે. યુક્રેનથી પરત ફરેલા ગુજરાતના 56 છાત્રોને લેવા માટે સુરત એસટીની વોલ્વો મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાંથી સુરત લવાયા હતા. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ દક્ષિણ ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બાકી વિદ્યાર્થીઓને પણ વહેલી તકે લાવવા માંગ ઉઠી છે.
આ પણ વાંચો : યુક્રેનથી ભારત પરત આવનાર ગુજરાતના વિદ્યાર્થીઓએ TV9 ગુજરાતીનો માન્યો આભાર, દિલ્હીથી ગુજરાત માટે બસમાં થયા છે રવાના
Published On - 1:59 pm, Sun, 27 February 22