Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

|

Nov 29, 2021 | 5:34 PM

સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.

Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર
File Image

Follow us on

કોરોના (Corona) મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક (Financial) સહાય યોજના અંતર્ગત જિલ્લા કલેકટર આયુષ ઓક (Aayush Ook) દ્વારા અત્યાર સુધી 701 ફોર્મ પર મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે. જે પૈકી સુરત શહેર અને જિલ્લાના 286 અરજદારોને ગઈકાલ સુધી 50 – 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટના સખ્ત આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં મોતને ભેટનાર પરિવારજનોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી જિલ્લા કલેકટરના વહીવટી તંત્રને 1956 અરજીઓ મળી હતી. આ અરજીઓની ચકાસણી અને ત્યારબાદ સહાયની રકમ મૃતકના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં જમા ત્વરિત જમા કરાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

શનિવાર અને રવિવારની રજા હોવા છતાં કોરોનાના મૃતકના વારસદારોને આર્થિક સહાય અર્થે વહીવટી તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેને પગલે રવિવારે સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તાર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને 286 અજદારોને સહાય અર્પણ કરવામાં આવી હતી. જ્યારે આજે પણ વહેલી સવારથી જિલ્લા કલેકટર કચેરીમાં મૃતકના પરિવારજનોની ફોર્મ ચકાસણી અને આર્થિક સહાય ચુકવણીની કામગીરી દરમ્યાન આજે બપોર સુધી કુલ્લે 701 ફોર્મને મંજુરી આપી દેવામાં આવી છે. જેને પગલે કોરોનામાં મોતને ભેટેલા પરિવારજનોને આર્થિક સહાયની હવે એક – બે દિવસમાં ચુકવણી કરવામાં આવશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

100થી વધુ પરિવારોનો સહાય લેવાનો ઈન્કાર
કોરોના મહામારી દરમ્યાન મોતને ભેટનાર વ્યક્તિના પરિવારજનોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, સુરત શહેર અને જિલ્લામાં 100થી વધુ એક પરિવારો છે જેઓએ આ મહામારીમાં પોતાના સ્વજન ગુમાવ્યા હોવા છતાં સરકારની આર્થિક સહાય લેવાનો ઈન્કાર કરી દીધો છે.

સહાય ચુકવણીમાં સુરત રાજ્યમાં મોખરે
સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મળીને કોરોના મહામારીમાં મોતને ભેટેલા મૃતકોના 1956 પરિવારજનોની અરજી મળવા પામી છે. જે પૈકી અત્યાર સુધી કલેકટર કચેરી દ્વારા 701 ફોર્મને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે અને જેમાં સુરત શહેરના 469 જ્યારે જિલ્લાના 232 પરિવારજનોનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

Next Article