Surat: જિલ્લામાં વરસાદે વિરામ લેતા સુરતીઓને મોટી હાશ, ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું

|

Sep 30, 2021 | 9:53 PM

જોકે શહેરના માથેથી હાલ ખાડી પુરનું સંકટ ટળી ગયું છે. એટલું જ નહીં ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં હવે ક્રમશ પાણી છોડવાનું પણ તબક્કાવાર રીતે ઓછું કરવામાં આવશે.

Surat: જિલ્લામાં વરસાદે વિરામ લેતા સુરતીઓને મોટી હાશ, ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું
Ukai Dam

Follow us on

ગઈકાલ રાતથી સુરત (Surat) શહેર સહિત જિલ્લામાં પણ વરસાદે (Rain) વિરામ લેતા સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ સ્તરમાં ઘટાડો થતા હાલ ખાડીપૂરનું સંકટ ટળી ગયું છે. સીમાડા ખાડી અને મીઠી ખાડી ગઈકાલે ભયજનક સપાટી નજીક પહોંચી જતા પંપ દ્વારા ડી વોટરિંગ કામગીરી કરવામાં આવતા ખાડી પૂરની સ્થિતિ ટળી ગઈ હતી. 

 

જોકે સુરતની વાત કરીએ તો આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે. જેથી તે બાબતે પણ મોટી રાહત શહેરીજનોને થઈ છે. કારણ કે જ્યારે પણ ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે શહેરીજનોને 2006ના પૂરની યાદ તાજી થઈ જાય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

ઉકાઈના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ડેમમાં પણ નવા પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત સોમવારથી આજે ગુરુવાર સુધી ડેમમાંથી અવિરતપણે પાણી છોડવામાં આવતા તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગણપોર કોઝવેની તાપી નદીની જળસપાટી પણ 9.52 મીટર જેટલી નોંધાઈ છે.

 

જોકે શહેરના માથેથી હાલ ખાડી પુરનું સંકટ ટળી ગયું છે. એટલું જ નહીં ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં હવે ક્રમશ પાણી છોડવાનું પણ તબક્કાવાર રીતે ઓછું કરવામાં આવશે. સુરત જિલ્લા કલેકટર દ્વારા પહેલા પણ એ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી શહેરીજનો માટે ચિંતાનું કોઈ કારણ નથી.

 

પરંતુ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા હજી પણ પરિસ્થિતિનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. પાલિકાના અધિકારીઓની રજાઓ પણ સલામતી માટે કેન્સલ કરવામાં આવી છે. જોકે શહેર સહિત ઉકાઈના ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા હવે મોટો હાશકારો સુરતીઓની સાથે સાથે વહીવટી તંત્રને પણ થયો છે. જોકે શાહીન વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા દરિયાકિનારે હરવા ફરવા જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા શહેરના માથેથી પુરનું સંકટ ટળ્યું છે એવી ચોક્કસથી કહી શકાય.

 

 

આ પણ વાંચો : જોરદાર: ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એક જ મહિનામાં વરસ્યો આટલો વરસાદ

 

આ પણ વાંચો :જોરદાર: ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એક જ મહિનામાં વરસ્યો આટલો વરસાદ

 

Next Article