Surat દેશભરમાં સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્ક(Textile Park ) સાકાર કરવા માટે કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં(Cabinet ) નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાલ નવ રાજ્યોના ઉધોગકારોએ ઉત્સાહ દર્શાવ્યો છે. પરંતુ મેગા ટેક્સ્ટાઇલ પાર્કની ગાઈડલાઇનમાં આવતા રાજ્યો ને ટેક્સ્ટાઇલ પાર્ક ફાળવવામાં આવશે.
ટેક્સ્ટાઇલ પાર્ક માટે 51 ટકા રમ જે તે રાજ્ય સરકાર આપશે જયારે 30 ટકા રકમ કેન્દ્ર સરકાર ફાળવશે. મેગા પાર્ક માટે લગભગ એક હજાર હેકટર જમીનની જરૂરિયાત રહેશે. આખરી ગાઈડલાઈન તૈયાર કરવાં આવ્યા બાદ ટેક્સ્ટાઇલ પાર્કને મંજુરી આપવામાં આવશે.
કેન્દ્રીય ટેક્સ્ટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશના જણાવ્યા પ્રમાણે કેબિનેટની બેઠકમાં સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્કને મજૂરી આપવામાં આવી છે. પરંતુ ટેક્સ્ટાઇલ પાર્ક માટેની ગાઇડલાઇન હવે પછી તૈયાર કરવામાં આવશે. મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવા માટે દેશભરના ટેક્સ્ટાઇલ ઉધોગના અલગ અલગ સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સંસ્થાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
મેન મેડ ફાઈબર માટે સુરત ટેક્સ્ટાઇલ ઉધોગનું હબ માનવામાં આવે છે. અને સુરતના ઉદ્યોગકારો પણ મેગા પાર્ક માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. પર્યાવરણ સહિતના કેટલાક ચોક્કસ નિયમો ઉપરાંત મેગા પાર્કમાંથી ઉભી થનારી નવી રોજગારી અને પાર્કની ક્ષમતા અંગે અભ્યાસ કરવામાં આવશે.
હાલમાં નવ રાજ્યોએ પોતાના રાજ્યોમાં ટેક્ષટાઇલ પાર્ક બનાવવા માટે તૈયારી દર્શાવી છે. પરંતુ પાર્કની ફાળવણી પહેલા સ્પર્ધામાં જે રાજ્યો આગળ નીકળી જશે તે રહ્યોને મેગા પાર્કની મંજૂરી આપવામાં આવશે. મંત્રી દર્શના જરદોષે વધુમાં ઉમેર્યું હતું કે ટેક્નિકલ ટેક્સ્ટાઇલ સ્કીમને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમજ દેશભરમાંથી ઉધોગકારો સતત ઈન્કવાયરી માટે અરજી પણ કરી રહ્યા છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના જણાવ્યા પ્રમાણે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક માટે કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રી પિયુષ ગોયેલને રજુઆત કરવામાં આવી હતી. ટેક્સ્ટાઇલ પાર્ક માટે અત્યારસુધીમાં ગુજરાતમાંથી ધોલેરા, દહેજ, સુરત તેમજ અન્ય રાજ્યોમાં તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી અરજીઓ થઇ છે. જ્યાં કાપડની ઇકો સિસ્ટમ હોય ત્યાં પાર્ક બની શકે છે. તેવામાં સુરતને ટેક્સ્ટાઇલ પાર્ક મળે તેવી સંભાવનાઓ વધારે છે.
ડાયમંડ બુર્સની જેમ હવે ટેક્સ્ટાઇલ ઉધોગના પણ વ્યાપ વિસ્તાર માટે પણ ટેક્સ્ટાઇલ પાર્ક બને તો સુરતની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને તેનો મોટો ફાયદો મળશે તે નક્કી છે.
આ પણ વાંચો : મોંઘવારીનો કમરતોડ ફટકો, જુઓ પેટ્રોલ-ડિઝલ સહિત સીએનજી ગેસ-રાંધણ ગેસના ભાવ વધારાથી પ્રજા પરેશાન
આ પણ વાંચો : PM MODIએ ગુજરાતને આપી ઓક્સિજન પ્લાન્ટની ભેટ, કોરોનાની ત્રીજી લહેર પહેલા આગોતરું આયોજન
Published On - 1:36 pm, Thu, 7 October 21