કોરોના(Corona ) સંક્રમણના દોઢ વર્ષ પછી આવેલા દિવાળીના તહેવારને સુરતીઓ હર્ષોલ્લાસ અને મોજ મસ્તી સાથે ઉજવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારો કે જેઓ વર્ષ દરમ્યાન બચત કરીને દિવાળી વેકેશનમાં પરિવાર અને મિત્રો સાથે ટુરિસ્ટ સ્પોટ(Tourist ) પર ફરવા જતા હોય છે. ત્યારે આ વર્ષે સુરતીઓની પહેલી પસંદ ગોવા(Goa ) અને કાશ્મીર(Kashmir ) હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ગોવા અને કાસમહીરનું હોટેલોનું બુકીંગ ફૂલ થઇ ગયું છે. તો બીજી બાજુ કેરળમાં કોરોનાના કેસો વધારે હોવાના કારણે સુરતીઓ કેરળ જવા માંગતા નથી. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના જાણકાર નું કહેવું છે કે સુરતમાં હીરા જવેલરી અને કાપડ ઉધોગ સહિતના ઉધોગોમાં આવેલી તેજીના લીધે લોકો પાસે હરવા ફરવા માટે એક્સેસ મૂડી આવી છે.
જેના લીધે ચાલુ વર્ષે દિવાળી વેકેશમાં સરેરાશ એકથી દોઢ લાખ જેટલા સુરતીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુર માટે ઉપડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ડોમેસ્ટિક ટુરિઝમમાં અત્યારે સુરતીઓના હોટ ફેવરિટ ગોવા અને કાશ્મીરનો સમાવેશ થાય છે. જયારે ગુજરાતની નજીકના પ્રવાસન સ્થળોમાં માઉન્ટ આબુ, ઉદયપુર, અને કુમ્ભલ ગઢના પેકેજની પણ સારી ડિમાન્ડ છે. દોઢ વર્ષ પછી આ ઇન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ મળતા એરલાઇન્સના ભાડા વધી જતા લોકો ઓછા પેકેજમાં નજીકના સ્થળો પસંદ કરી રહ્યા છે.
કાશ્મીર પણ અત્યારથી જ હાઉસફુલ થઇ ગયું છે. હિમાચલ અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં જનારા પ્રવાસીઓની સંખ્યા પણ સારી છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં સુરતીઓની પહેલી પસંદ એક્સ્પો સાથેનો દુબઇ પ્રવાસ અને માલદીવ તેમજ શ્રીલંકા માટે સારું બુકીંગ મળ્યું છે. જોકે છેલ્લી ઘડીએ બુકીંગ કરાવનારાઓને દુબઇ એક્સ્પો નો પ્રવાસ હવે મોંઘો પડશે. કારણ કે વિમાન ટિકિટ અને હોટેલના રૂમના ભાડા મોંઘા થઇ જતા સંયુક્ત પરિવાર માટેનું દુબઈનું પેકેજ હવે પહેલા જ ક્ષમતા કરતા બહાર જશે.
દોઢ વર્ષ પછી લોકો કોરોણાની મહામારીમાંથી બહાર આવતા દિવાળી વેકેશમાં બજેટ પ્રમાણે પ્રવાસન સ્થળની ઈન્કવાયરી ટુર ઓપરેટરો પાસે કરી રહ્યા છે. સુરતીઓ કે જેમનું બજેટ મર્યાદિત છે તેઓ નજીકના લોકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, દમણ , સેલવાસ અને સાપુતારાની પહેલી પસંદગી કરી રહ્યા છે. જયારે ગુજરાતમાં ગીર સેંકયુરી, દીવ, કચ્છનું રણ પહેલી પસંદ બન્યા છે.
આ પણ વાંચો : Surat : સુરત મનપા કમિશનરનું દુબઇ એક્સ્પોમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સંદર્ભે સંબોધન
આ પણ વાંચો : Surat: મહાનગરપાલિકાના કોર્પોરેટરોને લેપટોપ આપવાની વિવાદી દરખાસ્ત પર શાસકોની બ્રેક
Published On - 1:49 pm, Thu, 4 November 21