Surat: 100 ટકા વેક્સિનેશનની નેમ માટે સુરત કોર્પોરેશનનું મિશન ‘ઓક્ટોબર’

જો સરકાર તરફથી વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તો આગામી ગાંધી જયંતી દિન સુધી સુરતમાં વેક્સિનેશનનો 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ થઇ શકે તેમ છે.

Surat: 100 ટકા વેક્સિનેશનની નેમ માટે સુરત કોર્પોરેશનનું મિશન ઓક્ટોબર
Surat: Surat Corporation's mission for 100 per cent vaccination is October 2
| Edited By: | Updated on: Sep 23, 2021 | 1:14 PM

વેક્સીન માટે યોગ્યતા ધરાવતા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ 2જી ઓક્ટોબર સુધી આપી દેવાનો લક્ષ્યાંક કોર્પોરેશને નક્કી કર્યો છે.

જેનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. સરકાર તરફથી વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તો જે લોકો પ્રથમ ડોઝ માટે પણ આવ્યા નથી તેવા લોકોને હવે ઘરે જઈને વેક્સિનનો પહેલો ડોઝ આપવાનું આયોજન સુરત મહાનરગપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

જૈન સંવત્સરી, જન્માષ્ટમી, ગણેશોત્સવ બાદ કોરોના ના કેસોમાં આંશિક વૃદ્ધિ થઇ છે. ખાસ કરીને અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં મહાનગરપાલિકા દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું છે કે હાલ શહેરમાં 95 ટકા એલિજેબલ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને હવે આગામી 2જી ઓક્ટોબર સુધી બાકીની પાંચ ટકા વસ્તીને પણ ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરીને વેક્સિનેશન આપવાનું આયોજન છે.

જો સરકાર તરફથી વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તો આગામી ગાંધી જયંતી દિન સુધી સુરતમાં વેક્સિનેશનનો 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ થઇ શકે તેમ છે. બીજ ડોઝ માટે જે લોકોનો નિયત સમય થઇ ગયો છે. તે પૈકી પણ આશરે 2 લાખ લોકોએ હજી વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

હવે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું મુખ્ય ધ્યાન આ બે લાખ લોકોને ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ આપવા પર રહેશે. તદ ઉપરાંત ઉધના, કતારગામ, સેન્ટ્રલ અને વરાછા બી ઝોનમાં વેક્સિનેશનનું પ્રમાણ હજી ઓછું છે. ત્યારે આ ચારેય ઝોન વિસ્તારોમાં વધારાનો સ્ટાફ અને સેન્ટરો ચાલુ કરીને ડોર ટુ ડોર અભિયાન હાથ ધરવાનું પણ આયોજન છે.

આમ પીએમ મોદીના વેક્સિનેશન કાર્યક્રમ પછી ધીરી થયેલી વેક્સિનેશનની કામગીરીની હવે ઝડપથી ફરી સ્પીડમાં લાવીને 2જી ઓક્ટોબર સુધી બાકી રહેલી પાંચ ટકા જેટલી વસ્તીને વેક્સિનનો પહેલો ડોઝ ઝડપથી મળે તે દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આખા રાજ્યમાં સુરત કોર્પોરેશની કામગીરી વેક્સિનનો ટાર્ગેટ મેળવવામાં સૌથી અગ્રેસર રહી છે.

આ પણ વાંચો :

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  

આ પણ વાંચો :

Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી