સુરત સરથાણા નેચર પાર્કમાં નવા મેહમાનની એન્ટ્રી, સિંહ અને સિંહણની જોડી જોવા માટે લોકોની ભીડ ઉમટી

|

Nov 17, 2020 | 3:40 PM

સુરતમાં પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર સુરતવાસીઓને આપવામાં આવ્યો છે. સુરતીઓ હવે આ સિંહ અને સિંહણની જોડી નેચર પાર્કમાં આજથી જોઈ શકશે. કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની સંસ્થા સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ન્યુ દિલ્હીએ […]

સુરત સરથાણા નેચર પાર્કમાં નવા મેહમાનની એન્ટ્રી, સિંહ અને સિંહણની જોડી જોવા માટે લોકોની ભીડ ઉમટી

Follow us on

સુરતમાં પાંચ વર્ષ બાદ સુરતના સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન થયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના લોકોને સિંહની આ જોડીનો ઉપહાર દિવાળીના પર્વ પર સુરતવાસીઓને આપવામાં આવ્યો છે. સુરતીઓ હવે આ સિંહ અને સિંહણની જોડી નેચર પાર્કમાં આજથી જોઈ શકશે.

કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની સંસ્થા સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ન્યુ દિલ્હીએ આપેલી મંજૂરી બાદ સુરત સરથાણા નેચર પાર્કને જંગલ સફારી નવા રાયપુર છત્તીસગઢમાંથી એક નર અને એક માદા સિંહની જોડી આપી છે. જ્યારે તેના બદલામાં જંગલ સફારી નવા રાયપુરને સુરત નેચર પાર્કે જળ બિલાડીની જોડી આપી છે.આ બંને જીવોને રોડ પરિવહન માર્ગ થઈ લઈ જવામાં આવ્યા હતા. 5 મી નવેમ્બરના રોજ નવા રાયપુરથી ટીમ સિંહની આ જોડને લઇ સુરત માટે રવાના થઈ હતી. આશરે 1,100 કિલોમીટરનું અંતર કાપી 7 નવેમ્બરના રોજ મોડી રાત્રે ટીમ સુરત પહોંચી હતી. ત્યારબાદ સુરત જુના કર્મચારીઓ અને સ્ટાફની હાજરીમાં સિંહના જોડાને ઉતારી તેમને તેના સિંહના પિંજરાના નાઈટ સેલટરમાં ઓબ્ઝેર્વેશ હેઠળ મૂકવામાં આવ્યા હતા. હાલ બંને નિયમિત આહાર લઇ રહ્યા છે અને બંને સ્વસ્થ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાંચ વર્ષથી સુરતના નેચર પાર્કમાં સુરતીઓએ સિંહ જોયા નહોતા. હવે નેચર પાર્કમાં સિંહ આર્ય અને સિંહણ વસુંધરાને લોકો જોઈ આનંદિત થઈ જશે.આજ રોજ થી શહેરીજનો આ સિંહની જોડીને નેચર પાર્કમાં જોઈ શકશે. હાલ કોવિડ 19ની ગાઈડલાઈન અનુસાર મુલકાતીઓ ઓનલાઇન ટિકિટ બુક કરી સરથાણા નેચર પાર્કમાં પ્રવેશ કરી શકે છે.

 દિવાળીના પર્વ પર સુરતવાસીઓને ભેટ-
– સરથાણા નેચર પાર્કમાં સિંહ અને સિંહણની જોડીનું આગમન
– પાંચ વર્ષ બાદ સુરતના સરથાણામાં સિંહ સિંહણની જોડી
– આજથી નેચર પાર્કમાં જોવા મળશે સિંહ સિંહણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article