Surat: મહાનગરપાલિકાના કોર્પોરેટરોને લેપટોપ આપવાની વિવાદી દરખાસ્ત પર શાસકોની બ્રેક

|

Nov 04, 2021 | 12:44 PM

સ્થાયી સમિતિ સામે તમામ કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદી માટેની ઓફર મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પરંતુ સ્થાયી સમિતિએ આશ્ચ્રર્યની વચ્ચે દરખાસ્ત પર બ્રેક મારી છે. પદાધિકારીઓ અને સંગઠનના મુખ્ય હોદ્દેદારોમાં કોર્પોરેટરોને લેપટોપ આપવાના મુદ્દે મતભેદ ચાલી રહ્યો હોવાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો હતો. 

Surat: મહાનગરપાલિકાના કોર્પોરેટરોને લેપટોપ આપવાની વિવાદી દરખાસ્ત પર શાસકોની બ્રેક
SMC

Follow us on

સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation )તમામ કોર્પોરેટરો માટે લેપટોપ (laptop )ખરીદી માટેના ટેન્ડર માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પર સ્થાયી સમિતિએ બ્રેક મારી છે. ભાજપ શાસકોમાં જ સભ્યોને લેપટોપ આપવા છે કે કેમ તે અંગે અગાઉ મતમતાંતર હતા. કોરોના બાદ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ હોવાથી કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદીના નિર્ણયથી વિવાદ ઉભો થવાની શક્યતાને પગલે અગાઉ શાસકોમાં દ્વિધાભરી સ્થિતિ પ્રવર્તી રહી હતી. 

જોકે વિભાગ દ્વારા સભ્ય માટે અગાઉ 98 લેપટોપ અને 22 ટેબ્લેટ ખરીદવા માટે ટેન્ડર ઇસ્યુ કરાયા હતા. અને લેપટોપ અને ટેબ્લેટ માટે સભ્યોની માંગણીને આધારે જ સંખ્યા નક્કી કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પાછળથી તમામ 120 સભ્યો માટે લેપટોપ ખરીદી માટેની નિર્ણય કરવામાં આવ્યો હતો. અને એજન્સી પાસે 120 લેપટોપ માટેના ભાવ મંગાવવામાં આવ્યા હતા.

સ્થાયી સમિતિ સામે તમામ કોર્પોરેટરો માટે લેપટોપ ખરીદી માટેની ઓફર મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પરંતુ સ્થાયી સમિતિએ આશ્ચ્રર્યની વચ્ચે દરખાસ્ત પર બ્રેક મારી છે. પદાધિકારીઓ અને સંગઠનના મુખ્ય હોદ્દેદારોમાં કોર્પોરેટરોને લેપટોપ આપવાના મુદ્દે મતભેદ ચાલી રહ્યો હોવાનો સ્પષ્ટ સંકેત મળી રહ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નોંધનીય છે કે છેલ્લી ત્રણ ટર્મથી મહાનગરપાલિકા દ્વારા તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવી રહ્યા છે. વર્તમાન ટર્મમાં 8 મહિના થઇ ગયા હોવા છતાં સભ્યોને લેપટોપ આપવામાં આવ્યા નથી. એક ચર્ચા એવી પણ છે કે અગાઉ જે લેપટોપ અને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા તે કોર્પોરેટરોએ તેમના સબંધીઓને આપી દીધા હતા.

જયારે કેટલાક કોર્પોરેટરો એવા પણ છે જેઓએ માત્ર પ્રાથમિક શિક્ષણ જ લીધું છે. તો તેઓ લેપટોપ ચલાવી શકે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ થઇ રહી છે. તેવામાં કોર્પોરેશનની તળિયે જતી તિજોરીમાં પણ આવા ખર્ચ કરવા પાછળ કોઈ તર્ક સમજાતો નથી. આ જ કારણ હોઈ શકે છે કે આ દરખાસ્ત પર વધુ વિવાદ થાય તે પહેલા જ સ્થાયી સમિતિએ તેના પર બ્રેક લગાવી દીધી છે.  મહત્વનું છે કે આ દરખાસ્તમાં શાસક પક્ષના કોર્પોરેટરોની સાથે વિપક્ષના સભ્યોને પણ લેપટોપ આપવાની દરખાસ્ત હતી. જોકે આ વખતે આપ પાર્ટી દ્વારા તેનો કોઈ વિરોધ કરવામાં આવ્યો હતો નહીં.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Next Article