જોકે તેના પછી સતત ત્રણ દિવસ સુધી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કોવીશીલ્ડ વેક્સિનની સપ્લાય મળી નથી. જુના સ્ટોકથી જ શનિવારે 4 હજાર ડોઝ લગાવવામાં આવ્યા હતા. રવિવારે વેક્સિનેશન માટે બ્રેક રાખવામાં આવ્યો હતો. અને સોમવારે ફક્ત કોવેક્સિનના 11,691 ડોઝ લગાવવામાં આવ્યા હતા. મંગળવારે 3020 વેક્સીન મુકવામાં આવી હતી. આમ, સ્પેશ્યલ ડ્રાઈવ પછી ચાર દિવસમાં ફક્ત 18,711 ડોઝ જ આપવામાં આવ્યું છે. અને આ હિસાબે જો વેક્સિનેશન કામગીરી ચાલશે તો 100 ટકા વેક્સિનેશન માટે એક મહિના જેટલો સમય નીકળી જશે.
પીએમ મોદીના જન્મદિવસ પહેલા કોર્પોરેશને ત્રણ દિવસમાં 1 લાખ 3 હજાર લોકોને વેક્સીન આપી હતી, નોંધનીય છે કે શહેરમાં 34 લાખ 32 હજાર 737 લોકો એલિજેબલ છે. જેમાંથી 32,16,668 લોકોને વેક્સિંન નો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. બાકીના 2,16,069 લોકો વેક્સિનનો પહેલો ડોઝ લઇ નથી શક્ય. પાછળ ચાર દિવસમાં 19 હજાર લોકોને જ પહેલો અને બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. જેમાં પહેલા ડોઝ લેનારની સંખ્યા 9 હજાર જેટલી છે.
રિજનલ સ્ટોરેજ સેન્ટરને 17 સપ્ટેમ્બરે મંગળવારે 1 લાખ 38 હજાર ડોઝ મળ્યા હતા. જેમાંથી 80 હજાર ડોઝ મહાનગર પાલિકાને આપવામાં આવ્યા હાટ. બદૂધવારે શહેરમાં 171 સેંટર પર વેક્સિનેશન થશે. મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકનું કહેવું છે કે 32 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લાગી ચુક્યો છે. બાકીના 2 લાખ 16 હજાર લોકોને 2 ઓક્ટોબર સુધી પહેલો ડોઝ લગાવવાનો લક્ષ્યાંક છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલા આંકડા પ્રમાણે જોવા જઈએ તો
તારીખ ડોઝ
14 40,908
15 38,366
16 34,308
17 2,05,909
18 4000
19 ——-
20 11,691
21 3020
કુલ 3,38,202
આમ, હવે ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશન 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખી રહી છે. પરંતુ જો પીએમ મોદીના જન્મદિવસે જે રીતે વેક્સિનેશન થયું હતું તે પ્રમાણે જો વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે તો આ લક્ષ્યાંક તેના કરતા પણ ઝડપથી પાર પડી શકે તેમ છે.
આ પણ વાંચો : Surat : જર્જરિત બનેલા ભેસ્તાન આવાસના રહીશોને, હવે SMC અન્ય આવાસોમાં ખસેડશે
આ પણ વાંચો : Gujarat : ધોરાજીમાં 1 કલાકમાં અઢી ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં ધોધમાર, પ્રાંતિજ અને કપરાડામાં ભારે વરસાદ