સુરત : સુમુલ ડેરીમાં કામદારોનો વિરોધ, મૃતકના પરિવારજનોની માગણી સંતોષતા ધરણાં સમેટાયા

|

Nov 13, 2021 | 2:40 PM

સુમુલ ડેરીમાં લડાઇમાં બે ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એકબીજાની છાતીમાં ચપ્પુ મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે દોડતી થયેલી મહિધરપુરા પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

સુરત: સુમુલ ડેરીમાં ટેન્કરચાલકની હત્યાના કેસનો મામલો ગરમાયો છે. આ કેસમાં સમુલ ડેરીએ મૃતકોના પરિવારજનોની માગણીનો સ્વીકાર કર્યો છે. મૃતકના પરિવારને સુમુલ ડેરી તરફથી 12 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. પરિવારના ત્રણ સભ્યોને સુમુલ ડેરીમાં નોકરી પણ આપવામાં આવશે. આ માગણી સ્વીકારાતા મૃતકના પરિજનોએ ધરણાં સમેટ્યા હતા.સુમુલ ડેરીમાં કામદારો વચ્ચે થઈ મારામારીમાં ટેન્કરચાલકનું મોત થયું હતું.

નોંધનીય છેકે સુમુલ ડેરીમાં લડાઇમાં બે ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એકબીજાની છાતીમાં ચપ્પુ મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે દોડતી થયેલી મહિધરપુરા પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. જોકે આજે સવારથી જ સાથી કર્મચારીઓ હડતાળ પટ ઉતરીને ન્યાય માટે અપીલ કરતા પોલીસ દોડતી થઈ હતી. મહિધરપુરા પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવાની નોબત આવી પડી હતી.

પોલીસના જણાવ્યાનુસાર કે, મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુનિલ સંતલાલ ગુપ્તાને શુક્રવારે સાંજે ડેરીમાં પાર્કિંગને લઇને રિવ નામના બીજાં ટેન્કરનાં ડ્રાઇવર રવિ રઘુવરન શુક્લા સાથે ઝગડો થયો હતો.ઝઘડા દરમ્યાન રવિએ ચપ્પુ વડે સુનિલ ઉપર હુમલો કરી દીધો હતો. પોતાની પાસે રહેલું ચપ્પુ રવિએ સુનિલની છાતીમાં ઘૂસાડી દેતાં તે ત્યાં જ ફસડાઇ પડયો હતો. સુમુલ ડેરીના કેમ્પસમાં થયેલી છુરાબાજીની ઘટનાથી ભારે ચકચાર જાગી હતી.

ઉતાવળે ઘાયલ ડ્રાઇવર સુનિલને કિરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, સુનિલની હત્યાને લઈ ડેરીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Next Video