આજના (digital) ડિજિટલ યુગમાં પોસ્ટ વિભાગ(Post Department )ખાતે આવતી ટપાલની સંખ્યા લગભગ નહિવત થઇ ગઇ છે. જેથી પોસ્ટ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા પોતાના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટ (Postage stamps)છાપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
ડિજિટલ યુગ પહેલા ટપાલ તથા પોસ્ટ વિભાગનો અનેરો હતો. ગામડાંથી લઈને શહેર સુધી તમામ જગ્યાએ ટપાલ લખવાનું મહત્વનું માધ્યમ હતું. પરંતુ જ્યારથી ડિજિટલ યુગ શરૂ થયો છે. ત્યારથી હવે મોટાભાગના સંદેશ વ્યવહાર સોશિયલ મીડિયા કે ડિજીટલના અન્ય માધ્યમો થકી આસાન બની ગયા છે. જેથી હવે પોસ્ટ વિભાગની કામગીરી ધીરે ધીરે ભુલાતી જાય છે.
હાલ જ્યારથી (digital) ડિજિટલ માધ્યમો વધ્યા છે. ત્યારથી પોસ્ટ વિભાગ (Post Department ) અને ટપાલનું મહત્વ એકંદરે ઘટતું જોવા મળ્યું હતું. હાલ પણ ટપાલ વ્યવહાર નહિવત જણાઈ રહ્યો છે. જેને જીવંત રાખવા માટે અવારનવાર પોસ્ટ વિભાગ દ્વારા નાના મોટા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
હાલના સમયમાં સરકારી કાગળો, મેગેઝિન સહિતની વસ્તુઓની ડિલિવરી માટે (Post Department ) પોસ્ટ વિભાગના કર્મચારી ઘરે ઘરે ફરતા જોવા મળે છે. ટપાલ માટે ભાગ્યે જ આપવા જવાનું થતું હોય છે. હાલ પોસ્ટ વિભાગ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગે વ્યક્તિને પોતાના જન્મદિવસ પર પોતાની ટપાલ ટિકિટ છપાવવાની સુવિધા શરૂ કરી છે.
આ ઉપરાંત મેરેજ એનિવર્સરી અને કોઈપણ સિદ્ધિ માટે ટિકિટ પણ છુપાવાની સુવિધા શરૂ કરી છે. જેના માધ્યમથી લોકોમાં પોસ્ટ વિભાગ નું મહત્વ વધશે. આ રીતે પણ લોકો પોતાના જીવનના ખાસ દિવસને સ્પેશ્યલ બનાવી શકશે. પોતાના ફોટા વાળી ટપાલ ટિકિટ છપાવીને વ્યક્તિને ખાસ અનુભવ પણ મળશે. અને આ થકી પણ પોસ્ટ વિભાગને એક નવો વેગ મળશે.
નોંધનીય છે કે આજના સમયમાં (Post Department )પોસ્ટ વિભાગનું મહત્વ પણ યથાવત રહે તે માટે અવારનવાર આવા નવતર પ્રયોગો પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારે આ નવતર પ્રયોગને પણ લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે.
આ પણ વાંચો : Surat માં પીએમ મોદીના જન્મદિને 71 કિલોની કેક કાપી ઉજવણી, કેક કુપોષિત બાળકોને વિતરીત કરાશે