શહેરમાં કોરોનાની (Corona) પરિસ્થિતિ સંપૂર્ણ કાબુ હેઠળ છે અને શહેરમાં સ્થિતિ સાવ સામાન્ય બની ગઈ છે. વેક્સીનેશનની (Vaccination) કામગીરી પણ આખા શહેરમાં 75 ટકા જેટલી થઇ ગઈ છે. પરંતુ હજી પણ વેક્સીન વિનાના શાળાના બાળકો મનપા તંત્રની રડાર પર છે. તંત્ર દ્વારા શાળાઓમાં કોવિદ ટેસ્ટીંગનું પ્રમાણ ખુબ જ સઘન અને આક્રમક બનાવવામાં આવ્યું છે. સદનસીબે શાળાઓમાંથી પણ ટેસ્ટિંગના પ્રમાણમાં 1 ટકાથી ઓછા પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
જોકે હવે જયારે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી છે ત્યારે મનપા સંક્ર્મણ ન વધે તેના પર ખુબ ધ્યાન રાખી રહી છે. વયસ્કોને વેક્સીન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે ત્યાં બાળકોમાં કોરોનાના કેસો ન વધે તેના પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હવે મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા જો કોઈ શાળામાં હવે કોરોનનો પોઝિટિવ કેસ મળે તો શાળાને બે દિવસ બંધ કરવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. પરંતુ હવે પોઝટિવ કેસ આવે તો એ શાળા કોલેજોને સાત દિવસ બંધ કરાવવાનું નક્કી કર્યું છે.
કોલજો હાલ પ્રત્યક્ષ રીતે શરૂ થઇ ગઈ છે. તે કોલજોમાં 18 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે વેક્સીન ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કરાયું છે. મનપા દ્વારા યુનિવર્સીટી કેમ્પસ ખાતે વેક્સીનેશન સેન્ટર અગાઉ ઉભું કરવામાં આવ્યું છે. શહેરમાં 75 ટકા જેટલા સંલગ્ન લોકોને વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. દિવાળી પહેલા 100 ટકા વસ્તીને મહાનગર પાલીકાનું આયોજન છે. આ માટે જરૂર પડશે તો એનજીઓની મદદ લેવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
શહેરના કતારગામ અને ઉધના ઝોનમાં વેક્સીન લીધેલા વ્યક્તિઓ પ્રમાણમાં ઓછા હોય હોવાથી આ વિસ્તારોમાં વેક્સીનેશન સેન્ટર વધારવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી હવે સંક્ર્મણ ન ફેલાય તે માટે આ પોઝિટિવ કેસોના કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી વધુ આક્રમક અને વ્યાપક બનાવવા તથા તમામના ટેસ્ટિંગ કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.
આમ, હવે કોરોનાના કેસો પર કાબુ મેળવ્યા પછી કોરોનાનું સંક્ર્મણ ન વધે તેમજ વેક્સીનેશન વધારવા પર મહાનગર પાલિકા તંત્ર દ્વારા ભાર મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Surat: લોકો ક્યારે સુધરશે ? તાપી નદી કિનારે જુઓ દશામાની દુર્દશા
આ પણ વાંચો : Surat : કોલેજોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવવા ધસારો, રજીસ્ટ્રેશન માટેની મુદ્દત લંબાવાઈ